મુલતાની માટી ઓઇલી સ્કિનથી અપાવશે છુટકારો, 4 હોમમેઇડ મુલતાની માટી ફેસ પેક ફાયદાકારક રહેશે

ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે કે મુલતાની માટીનો કુદરતી ક્લીંઝર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમાં ત્વચા માટે ફાયદાકારક ગુણધર્મો છે.

મુલતાની માટી ઓઇલી સ્કિનથી અપાવશે છુટકારો, 4 હોમમેઇડ મુલતાની માટી ફેસ પેક ફાયદાકારક રહેશે
મુલતાની માટી

આજના નવા યુગમાં આપણે ત્વચા(Skin)ને નિખારવા માટે ઘણી કોસ્મેટિક પ્રોડક્ટસ(Cosmetic products)નો ઉપયોગ કરતા હોઇએ છે, પરંતુ આપણે જાણતા નથી કે આયુર્વેદમાં જ ઘણી વસ્તુઓ એવી છે કે જે ત્વચાને નિખારવામાં ખૂબ જ ફાયદાકારક રહે છે. આયુર્વેદ(Ayurveda)માંથી જ એવી એક વસ્તુ મુલતાની માટી છે. મુલતાની માટીનો ઉપયોગ આયુર્વેદિક સૌંદર્ય સારવારમાં થાય છે.

મુલતાની માટી ત્વચાના તેલને ઘટાડવામાં મદદ કરે છે. ઓઇલી ત્વચાનો સામનો કરતા લોકો તેને તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં સામેલ કરી શકો છો.

હોમમેઇડ મુલતાની માટી ફેસ પેક

1.ચંદન સાથે મુલતાની માટી

એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી ઓલ પર્પઝ લોટ અને બે ટેબલસ્પૂન ઠંડા દૂધને આ ફેસ પેકમાં વાપરી શકાય. આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તેને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને ચહેરા પર 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

 2. ગુલાબ જળ સાથે મુલતાની માટી 

આ ફેસ પેક માટે એક મોટી ચમચી મુલતાની માટી, બે ચમચી ગુલાબજળ અને પાણીની જરૂર પડશે. એક બાઉલમાં મુલતાની માટી, ગુલાબજળ અને પાણી મિક્સ કરો જ્યાં સુધી તમને પેસ્ટ જેવી સુસંગતતા ન મળે. સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને, ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવો. તેને સૂકાવા દો. 20 થી 30 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તમારા ચહેરાને ધોયા પછી તેના પર ખૂબ જ ઓછુ ઓઇલયુક્ત હોય તેવુ હળવુ મોઇશ્ચરાઇઝર લગાવો.

3. મધ સાથે મુલતાની માટી

બે ચમચી મુલતાની માટી અને બે ચમચી મધ સાથે આ ફેસ પેક બનાવી શકાય છે. મુલતાની માટીને સ્વચ્છ બાઉલમાં નાખો અને આ બાઉલમાં મધ ધીમે-ધીમે મિક્સ કરો જેથી તે સોફ્ટ થઈ જાય અને પેસ્ટ બનવામાં સરળતા રહે. ત્યારબાદ સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવો. તેને 15 થી 20 મિનિટ માટે કુદરતી રીતે સૂકવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

4. ટામેટાં સાથે મુલતાની માટી

આ ફેસપેક માટે તમારે બે ચમચી મુલતાની માટી, અડધી ચમચી પાકેલા ટામેટાંનો પલ્પ અને એક ચમચી લીંબુનો રસ એક બાઉલમાં લઇને સારી રીતે મિક્સ કરવો. પેસ્ટ બને પછી સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને, તમારા ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવવુ. પેકને તમારા ચહેરા પર 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને તેને સુકાવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. જો જરૂરી હોય તો મોઇશ્ચરાઇઝર કરો.

આ પણ વાંચો : રાજયમાં ધર્માંતરણની એક બાદ એક ઘટના, શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઇ રહ્યો છે ?

આ પણ વાંચો : Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati