Mirror: જાણો કેવી રીતે બને છે અરીસો, આ કારણે તમે જોઈ શકો છો તમારો ચહેરો

તમારા જીવનમાં અરીસાનું (Mirror) વિશેષ મહત્વ છે. તમે અરીસામાં રોજ તમારો ચહેરો જોતા હશે,પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે,એક અરીસામાં એવું શું હશે, કે જેનાથી તમે તમારો ચહેરો જોઈ શકો છો.

Mirror: જાણો કેવી રીતે બને છે અરીસો, આ કારણે તમે જોઈ શકો છો તમારો ચહેરો
જાણો,કેવી રીતે બને છે અરીસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:24 AM

જ્યારે પણ તમે કાચનો ઉપયોગ કરો છો, ત્યારે તમારા મનમાં થતું હશે કે,આખરે અરીસામાં એવું શું હશે જેને કારણે ચહેરો જોઈ શકાય છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે જોઈ શકો છો તમારું પ્રતિબિંબ (Reflection).

તમારા જીવનમાં અરીસાનું (Mirror) વિશેષ મહત્વ રહેલું છે. સવારથી લઈને સાંજ સુધીમાં અનેક વખત તમે તમારો ચહેરો અરીસામાં જોતા હશો. જો કે, કાચ એ એવી વસ્તુ છે, જેની સામે આવતા જ તમને તમારુ પ્રતિબિંબ જોવા મળે છે. તમે અરીસામાં રોજ તમારો ચહેરો જોયો હશે,પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે,એક અરીસામાં એવું શું હશે, કે જેનાથી તમે તમારો ચહેરો કાચમાં જોઈ શકો છો.

ત્યારે આજે અમે તમને બતાવીશું કે, આખરે કાચમાં એવું શું હશે કે જેનાથી પ્રતિબિંબ દેખાય છે. ઉપરાંત અરીસાને બનાવવાની શું પ્રક્રિયા છે અને ફેક્ટરીમાં અરીસો કેવી રીતે બનાવવામાં આવે છે. તેનાથી આજે તમને અવગત કરીશું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેવી રીતે બને છે અરીસો?

કાચ ઘણા પ્રકારના હોય છે.એક કાચ અવો હોય છે કે જે પારદર્શી હોય છે. જે ઘરમાં વાસણ,બોટલ અને બારીના કાચમાં ઉપયોગી બને છે. અને આ જ કાચથી અરીસો બનાવવામાં આવે છે. અરીસો બનાવવા માટે મોટા કાચને રોબોટિક સિસ્ટમ્સ દ્વારા કન્વેયર બેલ્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ પાણી અને ઓક્સાઈડથી અરીસાની સફાઈ કરવામાં આવે છે. ઉપરાંત કાચની સફાઈ માટે ગરમ પાણીનો પણ ઉપયોગમાં કરવામાં આવે છે.

ત્યાર બાદ, કાચનું કટિંગ(Glass Cutting) કરવામાં આવે છે.અને સૌથી પહેલા લિક્વિફાઇડ (liquified)ટિનનું પડ ચડાવવામાં આવે છે.જેના કારણે કાચ પર સિલ્વર આસાનીથી ચોંટી જાય છે. તમને જણાવવું રહ્યું કે,સિલ્વર લિક્વિફાઇડ ફોર્મમાં (Silver Liquified Form) કાચ પર ચડાવવામાં આવે છે.તેમાં કેમિકલનો(Chemical) પણ સમાવેશ કરવામાં આવે છે. જેને કારણે સાદો કાચ અરીસામાં રૂપાંતરિત (Convert)થઈ જાય છે. ત્યાર બાદ કાચ પર કોપરનું ડબલ કોટિંગ (Coper Duble Cotting)કરવામાં આવે છે. જેનાથી કાચ લાંબા સમય સુધી ચાલે છે.

ઉપરાંત, અરીસામાં ડ્રાયર રાખવામાં આવે છે અને31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ અરીસાની પાછળની બાજુ પેઈન્ટ કરવામાં આવે છે અને તેને મશીન દ્વારા સુકવવામાં આવે છે. અને અંતે માંગ અનુસાર આ કાચને કાપવામાં આવે છે અને તેમાં ડિઝાઈન કરવામાં આવે છે.

કેવી રીતે બને છે કાચ?

કાચ મુખ્યત્વે રેતીમાંથી બને છે. રેતી અને અન્ય સામગ્રીને એક ભઠ્ઠીમાં 1500 ડિગ્રી તાપમાન પર પીગળાવવામાં આવે છે. અને આ પીગળેલા કાચને ઢાંચામાં ઢાળીને આકાર આપવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,કાચની શોધ ઈજિપ્તમાં (Egypt) લગભગ ઈસવીસન અઢી વર્ષ પહેલા થઈ હતી.શરૂઆતમાં કાચનો ઉપયોગ શણગાર માટે થતો હતો. પછી, લગભગ બે હજાર વર્ષ બાદ, કાચમાંથી કાચનાં વાસણો બનાવવામાં આવ્યાં.

પહેલા પીતળ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર બાદ તેમાં વિકાસ (development) થયા બાદ પહેલા વખત 1935માં જર્મનીમાં સિલ્વરના લેયર વાળા કાચનો ઉદ્ભવ થયો હતો.અને આ જ તેની મદદથી જ અરીસો બનાવવો શક્ય બન્યો છે.

આ પણ વાંચો: આયુર્વેદ: જાગવાનો સમય બદલો જીવન બદલાઈ જશે, જાણો સૂર્યોદયના કેટલા સમય પહેલા જાગવું જોઈએ?

આ પણ વાંચો : Dandruff Home Remedies: માથામાં ખોડાથી પરેશાન? અપનાવો આ ઘરગુથ્થું ઉપચાર અને ડેન્ડ્રફને કરો બાય બાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">