વધતી ઉંમરમાં પણ તમે રહી શકશો ઉર્જાવાન, આ વસ્તુઓને બનાવો તમારી ડાયટનો ભાગ

ડાયટમાં ખવાતા ફૂડ પોષક તત્વોથી ભરપૂર છે. તેની મદદથી તમને રોગ સામે લડવાની શકિત મળશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. ચાલો જાણીએ કે ક્યાં ફૂડને ડાયટમાં (Healthy Diet) સામેલ કરવાથી દરેક ઉંમરમાં ઉર્જાવાન રહી શકાય.

વધતી ઉંમરમાં પણ તમે રહી શકશો ઉર્જાવાન, આ વસ્તુઓને બનાવો તમારી ડાયટનો ભાગ
Food
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 19, 2022 | 6:47 PM

Healthy Food : દરેક વ્યક્તિ ઈચ્છે કે તે દરેક ઉંમરમાં ઉર્જાવાન રહે. પણ વધતી ઉંમર સાથે અનેક મુશ્કેલીઓ આવે છે. વધતી ઉંમરમાં શરીરમાં નબળાઈ આવવા લાગે છે. તેવામાં પોતાની જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું ખુબ જરુરી છે. નિયમિત યોગા, વ્યાયામ અને કસરતની સાથે સાથે હેલ્ધી ડાયટ પણ એટલું જ જરુરી છે. ડાયટમાં ખવાતા ફૂડ પોષક તત્વોથી ભરપૂર છે. તેની મદદથી તમને રોગ સામે લડવાની શકિત મળશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. ચાલો જાણીએ કે ક્યાં ફૂડને ડાયટમાં (Healthy Diet) સામેલ કરવાથી દરેક ઉંમરમાં ઉર્જાવાન રહી શકાય.

માછલી – માછલીમાં સારા પ્રમાણમાં હેલ્ધી ચરબી મળ છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે હ્દય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. તે મગજને વધારે તેજસ્વી બનાવે છે. તે આંખની દ્રષ્ટિ વધારવામાં મદદ કરે છે. તેનાથી યાદશકિતમાં વધારો થાય છે.

દહીં- દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં સારા પ્રમાણમાં જિંક, વિટામીન બી, વિમામીન ડી અને પ્રોબાયોટિક્સ જેવા પોષક તત્વો હોય છે. તે હાડકાઓને મજબૂત બનાવે છે. વધતી ઉંમરમાં લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે વધતી ઉંમર સાથે હાડકાના જોડાણ વાળા ભાગમાં દુખાવાનું પ્રમાણ વધે છે. તેથી તેને મજબૂત બનાવવા માટે દહીં જરુરી છે.

ઈંડા – ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. ઉંમર સાથે પ્રોટીનની જરૂરિયાત પણ વધે છે. તમે ઈંડાનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે ઈંડાને ઉકાળીને અને આમલેટ વગેરે બનાવીને તેનું સેવન કરી શકો છો. તે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ફાઇબર – ફાઈબરથી ભરપૂર ફૂડનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે આહારમાં ઘણા પ્રકારના શાકભાજી, ફળો અને કઠોળનો સમાવેશ કરી શકો છો. તે તમને પાચન સંબંધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ તમામ ફૂડ તમને વધતી ઉંમર સાથે ઉર્જાવાન રાખશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati