Lifestyle : મગજના ખોરાક તરીકે કોણ છે બેસ્ટ ? બદામ કે અખરોટ ?

વાસ્તવમાં, અખરોટ અને બદામ બંને ખૂબ જ પ્રખ્યાત સૂકા ફળોની શ્રેણીમાં આવે છે જે ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. આ સાથે આ બંનેમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે જે હૃદય માટે ફાયદાકારક હોય છે.

Lifestyle : મગજના ખોરાક તરીકે કોણ છે બેસ્ટ ? બદામ કે અખરોટ ?
Walnut vs Almond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 9:13 AM

બદામ (almond )અને અખરોટ (walnut ) બંને મગજના ખોરાક તરીકે ઓળખાય છે, પરંતુ જો તમે તમારા મગજને તેજ બનાવવા માટે માત્ર બદામનું સેવન કરો છો, તો આ લેખ તમને ચોંકાવી દેશે. જ્યારે મગજની શક્તિ વધારવાની વાત આવે છે, ત્યારે ઘરના વડીલો દ્વારા બદામ ખાવાની ભલામણ કરવામાં આવે છે, જોકે નિષ્ણાતો અખરોટ ખાવાની ભલામણ કરે છે. જ્યારે સંશોધન કહે છે કે બદામ અને અખરોટ બંને ફાયદાકારક છે. આ બંને ડ્રાયફ્રૂટ્સ મગજને અલગ-અલગ રીતે ફાયદો કરે છે.

પરંતુ આ બેમાંથી કયો ડ્રાયફ્રૂટ્સ મગજની શક્તિ માટે ફાયદાકારક છે, તેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. પરંતુ આજે આપણે આ લેખમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે બદામ અને અખરોટ ખાવાથી મન શાર્પ થાય છે તે કેટલી હદે સાચી છે.

વાસ્તવમાં, અખરોટ અને બદામ બંને ખૂબ જ પ્રખ્યાત સૂકા ફળોની શ્રેણીમાં આવે છે જે ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. આ સાથે આ બંનેમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે જે હૃદય માટે ફાયદાકારક હોય છે. પરંતુ ચાલો જાણીએ કે તે અને મગજ માટે બંનેમાંથી કોણ કેટલું ફાયદાકારક છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મગજ માટે કયું વધુ ફાયદાકારક છે બદામ કે અખરોટ? નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જ્યારે મગજના સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે અખરોટને શ્રેષ્ઠ પસંદગીઓમાંની એક માનવામાં આવે છે. આ પ્રકારની સમસ્યાઓ વૃદ્ધત્વ સાથે મગજના કાર્યની અસરને ઘટાડે છે. 20 થી 59 વર્ષની વયના પુખ્ત વયના લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમણે વધુ અખરોટનું સેવન કર્યું હતું, આ લોકો કામ કરવા માટે વધુ સારી પ્રતિક્રિયા આપે છે અને સારી યાદશક્તિની અસર પણ દર્શાવે છે.

આ સિવાય ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે અખરોટ યાદશક્તિને સુધારવામાં મદદ કરી શકે છે.જો આપણે બદામ વિશે વાત કરીએ, તો પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે બદામ યાદશક્તિમાં સુધારો કરે છે, જ્યારે માનવીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

નિષ્કર્ષ બદામ અને અખરોટમાં સમાન પોષક મૂલ્યો છે. બદામમાં ખનિજ તત્વો ભરપૂર હોય છે જ્યારે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેથી મગજની શક્તિ વધારવામાં અખરોટ વધુ ફાયદાકારક છે.

આ પણ વાંચો: Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય

આ પણ વાંચો: સામાન્ય લસણ કરતાં અનેક ગણું વધુ ફાયદાકારક છે આ કાશ્મીરી લસણ, ફાયદા જાણીને હેરાન રહી જશો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">