Lifestyle : ગરદનની કાળાશને દૂર કરવા આ સરળ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ

લીંબુમાં (Lemon ) વિટામીન સી હોવાથી તે નેચરલ બ્લીચનું કામ કરે છે. નહાતા પહેલા લીંબુનો રસ હળવા હાથે ગરદન પર લગાવી દો. સ્કીન સાફ ચમકીલી થઈ જશે.

Lifestyle : ગરદનની કાળાશને દૂર કરવા આ સરળ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ
Tips to remove blackness of neck (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:45 AM

આપણે ચહેરા (Face ) પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના (Body ) એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. ગરદન(Neck)  પણ આપણા શરીરનો આવો જ એક ભાગ છે. ગરદનની સુંદરતાને ખરાબ કરવા માટે ગરદન પર પડતી કરચલીઓમાં મેલ ભરાઈ જાય છે. જેને કારણે ગરદન કાળી અને ખરાબ દેખાય છે. જો તમને વધારે પરસેવો થતો હોય તો પણ ગરદન કાળી પડી શકે છે. લાંબો સમય પરસેવો થાય તો યૂરિક એસિડને કારણે તમારી ગરદનની ત્વચા કાળી થઈ જાય છે.

ઉનાળાની ઋતુમાં, પરસેવાના કારણે ગરદન ઘણી વાર કાળી થઈ જાય છે, જેના માટે આપણે બ્યુટી પાર્લરમાં સ્ક્રબિંગ, ક્લિન્ઝિંગ, મસાજ અને ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ લઈએ છીએ. પરંતુ એવા ઘણા લોકો છે જેમની પાસે પાર્લર કે સ્પામાં જઈને પોતાનું ગ્રૂમિંગ કરાવવા માટે પૂરતો સમય નથી હોતો. જ્યારે ગરદનની કાળાશને ઘરગથ્થુ ઉપચારથી પણ દૂર કરી શકાય છે. આ માટે તમારે ફક્ત તમારા રસોડામાં જવાનું છે. ચાલો જાણીએ કે ગરદનની કાળાશને દૂર કરવા માટે કયા ઘરેલું ઘટકોનો ઉપયોગ કરી શકાય છે.

આ છે અસરકારક ઉપાય

તમે આ ઘરઘથ્થુ વસ્તુઓને નહાતા પહેલા 1 કલાક લગાવી દો જેથી તેની અસર જોઈ શકો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગરદન પર ક્યારેય પણ વજન આપીને સ્ક્રબને રગડશો નહી આવુ કરવાથી ત્વચા લાલ થઈ શકે છે ત્વચા છોલાઈ શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ખાંડ :

કાળી ગરદનથી છુટકારો મેળવવા ખાંડનો ઉપયોગ સ્ક્રબની જેમ કરો. સૌ પ્રથમ પાણીથી ગરદન ભીની કરી એક ચમચી ખાંડને હથેળી પર લઈને ગરદન પર લગાવો. અને સ્ક્રબિંગ કરો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈલો. આ પાણીથી ગરદન પર હળવા હાથે મસાજ કરો.

બેકીંગ સોડા :

આ પેસ્ટ તૈયાર કરવા માટે 2 ચમચી બેકીંગ સોડામાં પાણી ભેળવીને સેમી લિક્વિડ ઘોળ બનાવી લો. પછી થોડા સમય પછી ગરદન પર લગાવી રાખો આનાથી પણ સારી અસર થશે.

કાચું પપૈયુ :

કાચા પપૈયાને કાપીને પેસ્ટ તૈયાર કરો તેમાં એક ચમચી ગુલાબ જળ અને દહીં નાખી ગરદન પર લગાવો. ત્યારબાદ સુકાઇ ગયા પછી ધોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ એકાદ બે વાર કરો. આનાથી ગરદન ચમકશે.

મધ :

મધમાં લીંબુ ભેળવી લગાવવાથી ત્વચા ચમકીલી બનશે. ગરદન પર લગાવી રાખી સુકાઈ ગયા પછી ઠંડા પાણી ધોઈ લો. આવુ કરવાથી ગરદન પરની કરચલી તેમજ નિસ્તેજ ત્વચા દૂર થઈ જશે.

દહીં :

દહીં માત્ર ખાવામાં જ નહિ પરંતુ શરીરની સુંદરતા નિખારવામાં પણ મદદરૂપ બને છે. ગરદન પણ જામેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી દહીંમાં હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર લગાવી છોડી દો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધોઈ નાંખો. થોડા જ દિવસમાં ફરક દેખાશે.

લીંબુ :

લીંબૂમાં વિટામીન સી હોવાથી તે નેચરલ બ્લીચનું કામ કરે છે. નહાતા પહેલા લીંબુનો રસ હળવા હાથે ગરદન પર લગાવી દો. સ્કીન સાફ ચમકીલી થઈ જશે.

મુલતાની માટી :

મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં જરૂર પ્રમાણેનું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનિટ લગાવી રાખો અને તે પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Health : ઝીરો ફિગર કે સિક્સ પેક મેળવવાની ઘેલછા સ્વાસ્થ્ય માટે સાબિત થઇ શકે છે હાનિકારક

Lifestyle : વધતી ગરમીમાં આંખોની સંભાળ રાખવાનું ભૂલતા નહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">