Lifestyle : તમારા નખ પરથી પણ જાણી શકાય છે તમારા સ્વાસ્થ્યના હાલ, જાણો કેવી રીતે ?

Lifestyle : આપણા નખ(nails) આપણી આંગળીઓ(fingers) ની સુરક્ષા કરે છે. નખની નીચે રહેલી ત્વચા ખૂબ નાજુક હોય છે. અને તેની સુરક્ષા પણ ખૂબ જરૂરી હોય છે. તેવામાં આ નખ જ આપણી આંગળીઓની નાજુક ત્વચાની સુરક્ષા કરે છે.

Lifestyle : તમારા નખ પરથી પણ જાણી શકાય છે તમારા સ્વાસ્થ્યના હાલ, જાણો કેવી રીતે ?
નખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 31, 2021 | 2:09 PM

Lifestyle : આપણા નખ(nails) આપણી આંગળીઓ(fingers) ની સુરક્ષા કરે છે. નખની નીચે રહેલી ત્વચા ખૂબ નાજુક હોય છે. અને તેની સુરક્ષા પણ ખૂબ જરૂરી હોય છે. તેવામાં આ નખ જ આપણી આંગળીઓની નાજુક ત્વચાની સુરક્ષા કરે છે.

આપણે ઘણી વાર જોયું હશે તે ડોક્ટર અથવા વૈદ્ય આપણા શરીરને બહારથી જોઈને જ ઘણી સમસ્યાઓ વિશે જણાવી દેતા હોય છે. આપણને વિચાર આવતો હશે કે કેવી રીતે તેમને માલુમ પડે છે કે આપણને કઈ મુશ્કેલી છે ? જ્યારે તેમણે તો આપણી સમસ્યાઓને જાણવા માટે કોઈ ટેસ્ટ પણ નથી કર્યો હોતો. વાસ્તવમાં આપણું શરીર કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર અલગ-અલગ રીતે રિએક્ટ કરે છે.અને તેના કારણે આપણા શરીરમાં અલગ-અલગ બદલાવ પણ થાય છે. આ બદલાવો ને જોઈને ડૉક્ટર અથવા તો વૈદ્ય આપણે ઘણી સમસ્યાઓને વગર ટેસ્ટથી જાણી લે છે.

આ સંદર્ભમાં આજે અમે તમને આપણા શરીરમાં થનારા એક એવા બદલાવ વિશે બતાવવા જઈ રહ્યા છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બદલાવ આપણા શરીરમાં થોડી ઘણી સમસ્યાઓના વિશે સંકેત આપે છે. જેને નજર અંદાજ ન કરીને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આંગળીઓની નાજુક ત્વચાની સુરક્ષા કરે છે નખ

આપણા નખ આપણી આંગળીઓને સુરક્ષા આપે છે. અલગ અલગ વ્યક્તિના નખ પણ અલગ-અલગ હોય છે. કોઇના નખ ખૂબ સખત હોય છે. તો કોઇના નખ એકદમ સાફ અને મુલાયમ હોય છે. કેટલાક લોકોને તો હંમેશાં નખ તૂટવાની પણ સમસ્યા રહે છે. કેટલાક લોકોને નખ પર અડધા ચંદ્ર જેવો આકાર પણ દેખાતો હોય છે. તેવામાં અમે તમને નખ ની નીચે દેખાનારા અડધા ચંદ્ર વિશે બતાવવા જઈ રહ્યા છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે ?

નખ પર બનેલા અર્ધચંદ્ર બતાવે છે આપણું સ્વાસ્થ્ય

પહેલા તો તમે તમારા હાથના નખને ચેક કરી લો અને જુઓ કે તમારા નખની નીચે પણ ચંદ્ર દેખાય છે ? નખમાં દેખાનારા અર્ધચંદ્ર આપણા સ્વાસ્થ્યને લઇને ઘણા સંકેતો આપે છે. જો નખમાં બનેલું અર્ધચંદ્ર સફેદ અને સાફ છે તો સમજી લો કે તમે બિલકુલ સ્વસ્થ છો સામાન્ય રીતે અંગૂઠા પર બનેલો અર્ધ ચંદ્ર બિલકુલ સાફ દેખાય દેખાય છે. જ્યારે બીજી આંગળી ઉપર તે હળવો અથવા ખૂબ જ હળવો નહિ તો ન બરાબર દેખાય છે. આ અર્ધ ચંદ્ર જો તમને તમારી હાથની જેટલી આંગળીઓ પર દેખાઈ આવે તેનો મતલબ તે સ્વસ્થ છે.નખ પર દેખાનારા અડધા ચંદ્રને લુનુલા કહેવાય છે.

લુનુલા ન હોવું મતલબ ખરાબ સ્વાસ્થ્ય

જે લોકોના નખમાં આ લુનુલા બિલકુલ નથી દેખાતો તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. વાસ્તવમાં શરીરમાં લોહીની કમીના કારણે લુનુલા દેખાતો નથી. આ ઉપરાંત કોઇ વ્યક્તિના નખમાં જોવા મળેલા લુનુલા સફેદ અથવા પીળા અથવા તો ભૂરા રંગનો દેખાય, તો તેનો મતલબ તે ડાયાબિટીસનો શિકાર થઈ શકે છે. એટલું જ નહીં આવા લોકોને હૃદય સંબંધિત સમસ્યા પણ હોઈ શકે છે. લુનુલા વિશે તમને એટલું સમજવું પડશે કે જો તે સફેદ રંગનું હશે તો તે ઠીક છે. આ ઉપરાંત તે તમારા નખમાં નથી અથવા તો સફેદ કે બીજા કોઈ રંગનો હોય છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">