Lifestyle : આકર્ષક અંદાજ મેળવવા દુપટ્ટો પણ ભજવે છે મહત્વનો ભાગ, જાણો અલગ સ્ટાઇલ વિશે

ડ્રેસ કે વેસ્ટર્ન કપડાં પર દુપટ્ટો પહેરવું ઘણું કોમન થઇ ગયું છે. પણ દુપટ્ટાને અલગ અલગ સ્ટાઈલમાં પહેરીને પણ તમે બધાથી હટકે દેખાઈ શકો છે. અમે તમને જણાવીશું આવી જ હટકે સ્ટાઇલ વિશે.

Lifestyle : આકર્ષક અંદાજ મેળવવા દુપટ્ટો પણ ભજવે છે મહત્વનો ભાગ, જાણો અલગ સ્ટાઇલ વિશે
Lifestyle: Dupatta also plays an important part in getting an attractive estimate, Learn about different styles
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:36 AM

સ્ટાઈલિશ ડ્રેસિંગ વ્યક્તિત્વને  નિખાર આપે છે. પરાંપરાગત ડ્રેસ સાથે દુપટ્ટાને સ્ટાઈલિશ રીતે પહેરવામાં આવે તો વ્યક્તિત્વ વધારે નિખરી જાય છે. જો ઘણી વખત ડ્રેસ સામાન્ય હોય પણ દુપટ્ટો ખાસ સ્ટાઈલથી પહેરવામાં આવે તો આખો અંદાજ જ આકર્ષક લાગે છે.

દુપટ્ટા સાથે બેલ્ટ હાલમાં ટ્રેડિશન ડ્રેસિંગ સાથે બેલ્ટનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. પહેલા તો માત્ર સાડી સાથે જ બેલ્ડ પહેરવામાં આવતો હતો પણ હવે દુપટ્ટા સાથે પણ તે પહેરવામાં આવે છે. સ્ટાઈલિશ દુપટ્ટા સાથે બેલ્ટને બાંધવામાં આવે છે અને એક લિકને કલાકો સુધી જાળવી પણ રાખે છે કારણ કે દુપટ્ટો બેલ્ટ સાથે બંધાયેલો હોય છે. આ માટે દુપટ્ટાની પાતળી બાંધીને ખભા પર સેટ કરો. દુપટ્ટાનો એક છેડો આગળની તરફ અને બીજો છેડો પાછળની તરફ હોય છે. હવે તેને વ્યવસ્થિત રાખીને બેલ્ટ બાંધી લો.

શાલ સ્ટાઇલ દુપટ્ટા  દુપટ્ટા પહેરવાની સ્ટાઈલમાં દુપટ્ટાને શાલની જેમ નાંખવામાં આવે છે. દુપટ્ટાની આ સ્ટાઇલને જાળવવી પણ સહેલી છે. આ સ્ટાઈલમાં દુપટ્ટાને એક ખભા પર રાખીને બીજા છેડાને બીજા ખભા પર રાખવામાં આવતી સ્ટાઈલની જેમ ગોઠવવામાં આવે છે. તેના કારણે મેસી લુક આવે છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

કેપ જેવો દુપટ્ટો આ સ્ટાઈલમાં દુપટ્ટાને કેપની જેમ ઓઢવામાં આવે છે. આમાં પાછળની તરફથી દુપટ્ટાને બંને ખભા પર નાંખવાનો હોય છે. આને તમે પિન કરી લેશો તો પણ તેની સ્ટાઇલ નહીં બગડે. આ પ્રકારે દુપટ્ટો ઓઢવાથી બ્લાઉઝનો ફ્રન્ટ લુક સારી રીતે દર્શાવી શકાય છે.

હાથ અને ખભા પર સજાવેલો દુપટ્ટો આ સ્ટાઈલમાં દુપટ્ટો જમણા ખભા અને ડાબા હાથ વચ્ચે સજાવવામાં આવે છે. તે બહુ સ્ટાઈલિશ લાગે છે. તેને પહેરવાનું પણ મુશ્કેલ નથી. જયારે તમને ખબર ન પડતી હોય કે કી રીતે દુપટ્ટો ફેરવો ત્યારે આ સ્ટાઇલ સૌથી સારો અને યોગ્ય વિકલ્પ છે.

બે દુપટ્ટાવાળી સ્ટાઇલ બે દુપટ્ટાવાળી સ્ટાઇલ પહેરવામાં સારી છે અને ભારે લુક આપે છે. આ સ્ટાઇલ મોટાભાગે ટ્રેડિશન ઔતદુત સાથે અથવા તો લગ્નપ્રસંગે કરવામાં આવે છે. વર્કવાળા લહેંગા સાથે આવી બે દુપટ્ટાવાળી સ્ટાઇલ બહુ સારી લાગે છે. આ સ્ટાઇલ માટે એક દુપટ્ટાની પાતળી વાળીને એને ખભા પર નાંખી ડો. બીજા દુપટ્ટાની પહોળી પાટલી વાળીને બંને હાથની કોણી પર પાછળથી ગોઠવી દો. થઇ ગઈ દુપટ્ટાની સ્ટાઇલ તૈયાર.

આ પણ વાંચો :

Life Style: શોપિંગ કરીને આવ્યા બાદ નવા કપડા સીધા પહેરી લો છો? તો વાંચો આ ખાસ માહિતિ

Lifestyle: કોઈ પણ મહિલાએ તેમના પર્સમાં આ 12 વસ્તુઓ ખાસ રાખવી જોઈએ, જુઓ લિસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">