ઓશિકા નીચે તમારો Mobile રાખીને સૂવાની હોય આદત તો થઈ જજો સાવધાન!

મોટા ભાગના લોકો ઓશિકાની નીચે પોતાનો ફોન રાખીને સૂઈ (sleeping) જાય છે. પણ તે એક મોટી ભૂલ છે. તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. ચાલો તેના વિશેની વધારાની જાણકારી મેળવીએ.

ઓશિકા નીચે તમારો  Mobile રાખીને સૂવાની હોય આદત તો થઈ જજો સાવધાન!
Sleeping Habits
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 21, 2022 | 11:43 PM

Lifestyle Tips: દરેક વ્યક્તિની સૂવાની આદત અલગ અલગ હોય છે. સૂતા સમયે સવારે અને રાત્રે લોકોને ફોન પર લાંબા સમય સુધી રહેવાની આદત હોય છે. સૂતા સમયે બેડ પર મોબાઈલનો ઉપયોગ કર્યા બાદ તેને ઓશિકાની નીચે કે તેની પાસે રાખવાની આદત હોય છે. મોટાભાગના લોકો ઓશિકાની નીચે પોતાનો ફોન રાખીને સૂઈ (sleeping) જાય છે. પણ તે એક મોટી ભૂલ છે. તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. ચાલો તેના વિશેની વધારાની જાણકારી મેળવીએ.

ઓશિકાની નીચે ફોન ન રાખો

મોબાઈલ ઓશિકાની નીચે રાખીને સૂવાથી ભારે નુકશાન થઈ શકે છે. તેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ એક રિસર્ચ કરી છે. વર્ષ 2011માં થયેલી રિસર્ચ અનુસાર, મોબાઈલ ઓશિકાની નીચે રાખવાથી રેડિયો ફ્રીકન્વેસી તમારી આસપાસ રહે છે. તે તમારી ઉંઘ બગાડી શકે છે. તે નાના બાળકથી લઈને મોટા સુધી તમામને નુકશાન પહોંચાડે છે.

ફોન ફાટવાનો ડર રહે છે

ફોનને ઓશિકા નીચે રાખીને સૂવાનો સૌથી મોટો ખતરો એ છે કે જ્યારે મોબાઈલ ફોન ગરમ હોય અને ઓશિકા નીચે રાખ્યા પછી તેમાં આગ લાગવાનું જોખમ રહે છે. તમને જણાવી દઈએ કે ઘણા લોકો ફોનને પોતાની પાસે ચાર્જિગમાં મુકીને સૂઈ જાય છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેના કારણે ફોન ફટવાનો ડર રહે છે.

બ્લૂ લાઈટને કારણે નુકસાન થાય છે

જ્યારે આપણે મોબાઈલને ઓશિકા નીચે રાખીને સૂઈએ છીએ ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોને તેની બ્લૂ લાઈટથી ખલેલ પહોંચે છે. જ્યારે પણ તે વાઈબ્રેટ થાય છે અથવા તેની રિંગ વાગે છે, ત્યારે આપણે ફોનને ઉઠીને જોતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં અંધારામાં વારંવાર ફોનની બ્લૂ લાઈટ જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે.

ઊંઘ બગડે છે

રિસર્ચ મુજબ ફોનની રિંગ તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે તેની રેડિયો ફ્રીક્વન્સી ઊંઘની પેટર્નને એવી રીતે બદલી શકે છે. તેના કારણે જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ તમે થાક અનુભવશો. તેથી જો તમને પણ આવી આદત હોય તો તેને તરત સુધારો. ફોન ઓશિકાથી દૂર રાખીને સારી ઊંઘ લો, જેથી બીજા દિવસે સારી ઊર્જા સાથે કામ કરી શકો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati