Lifestyle: ભોજન કેવી રીતે કરવું એના આ પાંચ નિયમો વિશે તમે કેટલું જાણો છો?

જો તમને ઝડપથી ખાવાની ટેવ હોય તો તમારે બદલવાની જરૂર છે કારણ કે, આપણામાંના લગભગ બધા જ જાણે છે કે ઝડપથી ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આ પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે.

Lifestyle: ભોજન કેવી રીતે કરવું એના આ પાંચ નિયમો વિશે તમે કેટલું જાણો છો?

જો તમને પૂછવામાં આવે કે કઈ વસ્તુઓ છે જે તંદુરસ્ત (fit) રહેવા માટે ખાવાના નિયમોમાં શામેલ થવી જોઈએ તો તમારો જવાબ શું હોઈ શકે? કદાચ તમારી પાસે આ વિશે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે આયુર્વેદ અનુસાર સ્વસ્થ રહેવા માટે ખોરાક (food) ખાવાના ઘણા નિયમો (Rules) છે.

 

જો તમે આયુર્વેદ મુજબ ખાવાના નિયમોનું પાલન કરો છો તો મોટા પ્રમાણમાં ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલી શકાય છે. જો તમે તેના વિશે નથી જાણતા તો અમે તમને જણાવીશું કે ભોજન ખાવાના કયા નિયમો છે, જેને પાળવા ખુબ જ જરૂરી છે.

 

તમારી આસપાસ ઘણી સ્ત્રીઓ છે, જે ચોક્કસપણે દિવસમાં એક કે બે વાર ઠંડા ખોરાકનું સેવન કરે છે. પરંતુ ઠંડા ખોરાક કરતા ગરમ ​​ખોરાકનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવી ઘણી સ્ત્રીઓ છે જે રાતના બચેલા ખોરાકને બીજા દિવસે ગરમ કર્યા પછી તેનું સેવન કરે છે, તેથી જો તમે પણ ઠંડા ખોરાકનું સેવન કરો છો તો તમારે તેને ટાળવું જોઈએ.

 

કેટલું ખાવું?

સામાન્ય રીતે જોવામાં આવે છે કે જ્યારે પણ કોઈનું મનપસંદ ભોજન તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે જરૂરિયાત કરતા વધારે ખાવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક આ આદત તમને બિમાર પણ કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને વધારે ખાવાની આદત હોય તો તમારે આ આદત બદલવી જોઈએ. યોગ્ય માત્રામાં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિયમોમાંનું એક હોવું જોઈએ.

 

તમે કયા સમયાંતરે ખાવ છો તે પણ જરૂરી

 
જ્યારે પ્રથમ ભોજન સારી રીતે પચી જાય ત્યારે જ ફરીથી ખાવા જવું જોઈએ. ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જ્યારે તેઓ પોતાનો મનપસંદ ખોરાક જુએ છે, ત્યારે તેઓ ભૂલી જાય છે કે તેઓએ પાંચ મિનિટ પહેલા ખાધું હતું.  પ્રથમ અને બીજા ભોજન વચ્ચે લગભગ ચારથી પાંચ કલાકનું અંતર હોવું જોઈએ. તેના કારણે પાચનતંત્ર પણ બરાબર રહે છે.

ઝડપથી ન ખાઓ

જો તમને ઝડપથી ખાવાની ટેવ હોય તો તમારે બદલવાની જરૂર છે કારણ કે આપણામાંના લગભગ બધા જ જાણે છે કે ઝડપથી ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આ પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે.

જમતી વખતે વાત ન કરો

સામાન્ય રીતે જોવામાં આવે છે કે જ્યારે પરિવાર એક સાથે ડાઈનિંગ ટેબલ પર જમવા બેસે છે, ત્યારે દરેક વ્યક્તિ ભોજનની વચ્ચે જ વાત કરવાનું શરૂ કરે છે. તેથી તમારે આ આદતથી દૂર રહેવું જોઈએ. આ સિવાય હસવું, ટીવી જોવું વગેરે પણ ખાતી વખતે ટાળવું જોઈએ.

 

પાણી ક્યારે પીવું?


 માત્ર આયુર્વેદ જ નહીં, પરંતુ ઘણા લોકો પણ ભોજનની વચ્ચે પાણી પીવાનો ઈનકાર કરે છે. આવી સ્થિતિમાં જો તમને પણ ભોજનની વચ્ચે પાણી પીવાની આદત હોય તો તમારે આ આદત બદલવાની જરૂર પડી શકે છે.

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતા કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

આ પણ વાંચો: સાવધાન! ફોનને આ રીતે રાખો સાફ રાખો, નહીંતર તમે પણ બની શકો છો ગંભીર રોગોનો શિકાર

 

આ પણ વાંચો: Fitness Tips: કસરત વગર ફિટ રહેવાની છે આ રીત, તમે પણ અપનાવીને રહી શકો છો સ્વસ્થ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati