દાઢીના વાળ ઝડપથી વધારવા આ વાતોનું રાખો ધ્યાન, બીયર્ડ ઓઈલનો કરો આ રીતે ઉપયોગ

Beard Care tips : પોતાની દાઢીના વાળ વધારવા માટે આપણે બીયર્ડ ઓઈલનો (Beard oil ) ઉપયોગ કરતાં હોઈ છે. પણ આ બીયર્ડ ઓઈલનો કઈ રીતે કરવો અને તેનાથી જોડાયેલી કેટલીક વાતો જાણવી જરુરી છે. ચાલો જાણીએ દાઢીના વાળ ઝડપથી વધારનાર બીયર્ડ ઓઈલનો ઉપયોગ કરવાની સાચી રીત.

દાઢીના વાળ ઝડપથી વધારવા આ વાતોનું રાખો ધ્યાન, બીયર્ડ ઓઈલનો કરો આ રીતે ઉપયોગ
beard looks (Symbolic image)
Image Credit source: Mens haircuts
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 27, 2022 | 11:13 AM

Beard Care tips : બીયર્ડ લુક આજકાલ ટ્રેન્ડમાં છે. અને આકર્ષક બીયર્ડ લુક મેળવવા યુવાનો અલગ અલગ ઉપાયો કરતા હોઈ છે. કેટલાક લોકોની દાઢીનો ગ્રોથ ( Beard growth ) સારો થાય છે. અને તેમને બીયર્ડ લુક રાખવામાં સરળતા રહે છે. પણ જેમના વાળ મજબૂત નથી હોતા તેમને ઘણી મહેનત કરવી પડે છે. તેવામાં બીયર્ડ લુક( Beard look ) રાખ્યાં પછી તેને મેન્ટેન કરવું પણ જરુરી છે. દાઢીની સાફ-સફાઈ અને બીયર્ડ ઓઈલનો ઉપયોગ કરીને આપણે તેને આકર્ષક બનાવી શકીએ છે. બીયર્ડ ઓઈલના ( Beard oil ) યોગ્ય ઉપયોગથી તેને વધારે આકર્ષક બનાવી શકાય છે.

બીયર્ડ ઓઈલમાં વાળને જરુરી એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હોઈ છે. આ બીયર્ડ ઓઈલનો કઈ ઉપયોગ રીતે કરવો અને તેનાથી જોડાયેલી કેટલીક વાતો જાણવી જરુરી છે. ચાલો જાણીએ દાઢીના વાળ ઝડપથી વધારનાર બીયર્ડ ઓઈલનો ઉપયોગ કરવાની સાચી રીત.

બીયર્ડ ઓઈલનો આ રીતે કરો ઉપયોગ

દાઠી પર ઓઈલ લગાવતા પહેલા તમારા હાથને હેન્ડ વોશ કે સાબુથી સાફ કરી લો. ત્યાર બાદ હાથમાં ઓઈલ લો અને બન્ને હાથો પર ધીરે ધીરે ઘસો. દાઢી પર ઓઈલ લગાવો પણ તેને ઘસો નહીં. ઓઈલને દાઢી પર એક કલાક લગાવી રાખો. એક કલાક બાદ ચેહરા  અને દાઢીને ધોઈ નાંખો. ઘરની બહાર જતા સમયે બીયર્ડ ઓઈલ ન લગાવો.

આ સમય બીયર્ડ ઓઈલ લગાવવા માટે બેસ્ટ

બીયર્ડ ઓઈલ લગાવવાનો સારો સમય નાહવા પછીનો છે. એક્સપર્ટનું કહેવું છે કે, નાહાવા પછી ચહેરાના છીદ્રો ખુલી જાય છે અને તે સમયે ઓઈલ લગાવવાથી તે અંદર સુધી પહોંચે છે. આ રીતે વાળોને સારુ પોષણ મળે છે. બીયર્ડ ઓઈલ લગાવતા પહેલા પોતાના સ્કિન ટાઈપનું ધ્યાન રાખો.

આટલી વાર કરો બીયર્ડ ઓઈલનો ઉપયોગ

તમે બીયર્ડ ઓઈલનો ઉપયોગ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરી શકો છો. તેના વધારે ઉપયોગથી બચો, તેના કારણે દાઢી વધારે ઓઈલી બને છે. તમારી દાઢીના શેડનું પણ ધ્યાન રાખો. જો તમારી દાઢી કાળી છે, તો તે દાઢી પર બીયર્ડ ઓઈલનો ઓછી માત્રામાં જ ઉપયોગ કરો.

નેચરલ ઓઈલનો કરો ઉપયોગ

આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના બીયર્ડ ઓઈલ ઉપલબ્ધ હોઈ છે. ઘણા બીયર્ડ ઓઈલમાં કેમિકલનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ ચહેરા માટે નુકસાનકારક છે. તેની જગ્યાએ નેચરલ ઓઈલ જેમ કે જોજોબા ઓઈલ, નાળિયેલ તેલ, ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati