TIPS: કચરા-પોતાનો આ નિયમ અજમાવીને જુઓ, તમામ તકલીફો થશે દૂર

સાવરણીને માતા લક્ષ્મીનું (MATA LAKSHMI) સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કચરા અને પોતાને લઈને થોડા નિયમ બતાવવામાં આવ્યા છે. આ નિયમોને વાસ્તુશાસ્ત્રમાં પણ માનવામાં આવે છે.

TIPS: કચરા-પોતાનો આ નિયમ અજમાવીને જુઓ, તમામ તકલીફો થશે દૂર

સાવરણીને માતા લક્ષ્મીનું (MATA LAKSHMI) સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કચરા અને પોતાને લઈને થોડા નિયમ બતાવવામાં આવ્યા છે. આ નિયમોને વાસ્તુશાસ્ત્રમાં પણ માનવામાં આવે છે. ઘરમાં સાફ-સફાઈથી બેક્ટેરિયા ખતમ થાય છે અને બીમારીઓથી બચી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જે ઘરમાં સફાઈનું પૂરું ધ્યાન આપ્યું છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સફાઈને લઈને વાતાવરણ પોઝિટિવ બને છે અને તમામ વાસ્તુદોષ દૂર થઈ જાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ અમુક સાફ-સફાઈના નિયમ બનાવ્યા છે. આ નિયમનું પાલન કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં વાસ્તુદોષ ખતમ થાય છે. આવો જાણીએ એ નિયમ વિશે.

 

1. જે સાવરણીથી ઘર અથવા આજુબાજુનો વિસ્તાર સાફ કરવામાં આવે છે, તેને ક્યારેય ખુલ્લા વિસ્તારમાં રાખવી ના જોઈએ. આ સિવાય સ્ટોરરૂમમાં રાખવાની પણ મનાઈ છે. માનવામાં આવે છે કે આ કરવાથી અનાજ ઝડપથી સમાપ્ત થાય છે અને બરકત આવતી નથી.

 

2. સૂર્યાસ્ત બાદ કચરો કાઢવો ના જોઈએ. જેનાથી પૈસાની ખોટ થાય છે. જો કચરો કાઢવો બહુ જ જરૂરી હોય તો ઘરની બહાર ક્યારે પણ કચરો ના કાઢો. એક ખૂણામાં કચરો ભેગો કરીને રાખી દો.

 

3. આ સિવાય દિવસ દરમિયાન સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં કોઈ સીધી નજર ન રાખે. જ્યારે રાત્રે તેને ઘરના મુખ્ય દરવાજાની સામે રાખી દેવી જોઈએ. આ કરવાથી નકારાત્મક વસ્તુઓ ઘરમાં પ્રવેશતી નથી.

 

4. સાવરણીને ક્યારેય ઉભી ના રાખવી જોઈએ કારણ કે સાવરણી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઉભી રહેલી લક્ષ્મીને ઘરમાં રાખવાથી તે કોઈપણ સમયે ત્યાંથી જઈ શકે છે. એટલે કે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. આ સિવાય ઉભી સાવરણીથી ઘરમાં વિખવાદ થાય છે. સાવરણી હંમેશાં સુતેલી અવસ્થામાં રાખો.

 

5. કોઈએ સાવરણી પર પગ ન રાખવો જોઈએ. તે માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આ સિવાય કોઈએ ઘરની બહાર નીકળ્યા પછી તરત જ સફાઈ કરવી જોઈએ નહીં. આ કારણે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તો પોતાને લઈને કહેવામાં આવે છે કે જ્યારે પણ ઘરે પોતું કરતા હોય ત્યારે પાણીમાં મીઠું નાખવું જોઈએ. જેના કારણે ઘરના સુક્ષ્મજીવાણુઓનો નાશ થાય છે. આ સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

6. ગુરુવારે પોતું કરવાની મનાઈ છે. પરંતુ બીજા બધા દિવસોમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ.

7. જ્યારે પણ તમે ઘર બદલો છો તો નવી સાવરણીને નવા મકાનમાં લઈ જાઓ, જૂની સાવરણી જૂના મકાનમાં જ છોડી દેવી જોઈએ. નવા ઘરમાં લઈ જવું અશુભ માનવામાં આવે છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati