Uttarayan 2023 : ઉતરાયણ પર બનાવો તલની ચીક્કી, નોટ કરી લો રેસીપી

Homemade Til Revdi: દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉતરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ પ્રસંગે તમે તલની ચીક્કી પણ બનાવી શકો છો. અહીં તેમને બનાવવાની સરળ રીત છે.

Uttarayan 2023 : ઉતરાયણ પર બનાવો તલની ચીક્કી, નોટ કરી લો રેસીપી
Til Chikki
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 7:15 PM

ઉતરાયણએ હિંદુઓના સૌથી પ્રસિધ્ધ તહેવારોમાંનો એક છે. ગુજરાતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉતરાયણ નિમિતે ઘરમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. એટલે ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને મકર સંક્રાંતિ પણ કહે છે, પરંતુ તે અલગ છે, મકર સંક્રાતિમાં સુર્ય ધન માંથી નિકળી મકર રાશિમાં પ્રયાણ કરે છે. એટલે મકર સંક્રાતિ પણ કહેવામાં આવે છે.

આ દિવસે તલ ખાવાનું ખુબ મહત્વ છે, તલના લાડુનું દાનનું પણ ખુબ મહત્વ છે. આ દરમિયાન, ગોળ અને તલ લોકપ્રિય રીતે ખાવામાં આવે છે. આ અવસર પર તમે ઘરે તલની રેવડી કે ચીક્કી પણ બનાવી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.

રેવડી બનાવવા માટેની સામગ્રી

1/2 થી 1 કપ – સફેદ શેકેલા તલ

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ગોળ – 1 કપ

અડધો ગ્લાસ – પાણી

1એલચી પાવડર –

1 – બટર પેપર

રેવડી બનાવવાની રીત

સ્ટેપ -1

એક કડાઈમાં પાણીને મધ્યમ તાપ પર રાખો. તેમાં ગોળ ઉમેરો. ગોળને ઓગળવા દો.

સ્ટેપ -2

મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ત્યાં સુધી તેને ચલાવો

સ્ટેપ – 3

હવે આ મિશ્રણમાં તલ નાખો. તેમને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો.

સ્ટેપ – 4

હવે આ મિશ્રણને બટર પેપર પર ફેલાવો. હવે તમે તેને કોઈપણ આકાર આપી શકો છો. આ પછી તેમને સર્વ કરો.

તલ ખાવાના ફાયદા

શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તલની અસર ગરમ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. તેનું સેવન હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે હૃદય રોગના જોખમને ઘટાડવાનું પણ કામ કરે છે. આમાં મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઇ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય તેમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ હોય છે. આનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">