Disha Thakar |
Nov 29, 2024 | 3:19 PM
રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં પાલક પનીર બનાવવા માટે પાલક, પનીર, તેલ, ડુંગળી, લસણ, હળદર, ગરમ મસાલો, મીઠું, આદુ સહિતની સામગ્રીની જરુર પડશે.
પાલક સારી રીતે ધોઈને ઝીણી કાપી તેને ગરમ પાણીમાં 5 મિનિટ ઉકાળી લો, ત્યારબાદ પાલકને એક તપેલીમાં બહાર કાઢી ઠંડુ પાણી ઉમેરો.
હવે મિક્સરજારમાં આ પાલકને પાણી નિતારી 2 લીલા મરચા ઉમેરી ક્રશ કરી દો. ત્યારબાદ તેલ ગરમ મુકો. તેમાં પનીરના ટુકળાને ઉમેરો. પછી પનીર ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળો અને બહાર કાઢી દો.
એક પેનમાં ફરી એક વાર તેલ મુકો. તેમાં સમારેલુ લસણ,ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ડુંગળીનો કલર બદલાઈ ત્યાં સુધી એટલે 4 મિનિટ સુધી સાતળી લો. ત્યાર બાદ તેમાં આદુ ખમણી લો. હવે તેમાં હળદર, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં પાલકની ગ્રેવી ઉમેરી. તેમાં થોડુ પાણી ઉમેરી 5 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો. હવે પનીરના ટુકડા ઉમેરી પછી 3 મિનિટ ઢાંકીને થવા દો. પાલક પનીરને તમે પરોઠા, રોટલી સાથે પણ સર્વ કરી શકો છો.