ફ્રન્ટ કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો સિઝલિંગ લુક, જુઓ વાયરલ વીડિયો

ફ્રન્ટ કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો સિઝલિંગ લુક, જુઓ વાયરલ વીડિયો
Urfi Javed File Photo

ઉર્ફી જાવેદ બિગ બોસ 15થી લઈને ફેશન હોય કે સોશિયલ મીડિયા- દરેક જગ્યાએ તેણી સતત ખબરો બનાવતી રહે છે. ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ પર અવાર- નવાર તેના ફોટોશૂટસની તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ પર લોકોનું મિક્સ રીએક્શન જોવા મળતું હોય છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 07, 2022 | 8:49 PM

‘બિગબોસ 15’ (Bigg Boss 15) થી ઘરે- ઘરે જાણીતી થયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની નવી નવી અને ખાસ કરીને વિયર્ડ ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થતી  હોય છે. તેણી જાહેરમાં તેના ખૂબ જ બોલ્ડ લુક માટે જાણીતી છે. તેના આઉટફિટ્સને લઈને ફેશનિસ્ટા હંમેશા સવાલ ઉઠાવતા રહે છે.

ઉર્ફી જાવેદનો તાજેતરમાં એક બેહદ બોલ્ડ લુક સામે આવ્યો છે, જેમાં તેણીએ ફ્રન્ટ કટ અને બેક કટ- આમ બંને બાજુએથી કટ કરેલો ડ્રેસ પહેર્યો છે. અને આ જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફરીથી તેને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી તમે ક્યારેય પણ ના વિચાર્યું હોય તેવા અતરંગી લૂકસ સતત ટ્રાઇ કરતી રહે છે, અને તેના ફેન્સને ચોંકાવતી રહે છે.

Urfi Javed’s Dress In Viral Video

વાસ્તવમાં ઉર્ફી મુંબઈના રસ્તાઓ પર ટહેલવા નીકળી હતી, અને ત્યારે પાપારાઝીઓએ ઉર્ફીને તક જોઈને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વખતે ઉર્ફી બ્રાઉન કલરના ઓફ શોલ્ડર શોર્ટ કટ ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં સ્કીનટાઈટ ફેબ્રિકની સાથે બેલ્ટની યુનિક ડિઝાઇન પણ જોવા મળી રહી છે.

ફ્રન્ટ કટ આઉટ લુકમાં, ઉર્ફી જાવેદ ક્રિસ ક્રોસ ડિઝાઇનના શોર્ટ ડ્રેસમાં કેમેરા સામે ખૂબ જ આકર્ષક પોઝ આપતી જોવા મળી હતી. આ લુક માટે ઉર્ફીએ તેના વાળને સોફ્ટ કર્લ લુક આપ્યો હતો. અને મેકઅપ માટે તેણીએ ગ્લોસી પિચ લિપસ્ટિક લુક પર પોતાની પસંદગી ઉતારી હતી.

View this post on Instagram

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફીના આ વિયર્ડ ફેશન લુક માટે નેટિઝન્સ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. અનેક લોકોએ તેને પૂછ્યું છે કે, ”આ શું હવે તે પહેરી લીધું?” જ્યારે બીજાએ લખ્યું છે કે, ”તમારા આવા કપડાં કોણ ડિઝાઇન કરે છે?” જ્યારે ત્રીજા યુઝર્સે લખ્યું કે, ”હમ નહિ સુધરેંગે”. આ તમામ ટ્રોલ્સનો જો કે, અભિનેત્રી ઉર્ફી જાવેદ પર કોઈ જ અસર થઈ રહી નથી. તેણી અવાર નવાર આવા અતરંગી લૂકસ સાથે જાહેરમાં જોવા મળતી રહે છે.

આ પણ વાંચો – અભિનેત્રી અવનીત કૌરે 5 પ્રકારે દર્શાવ્યું કે જીન્સ કેવી રીતે કેરી કરવું જોઈએ

આ પણ વાંચો – દીપિકા પાદુકોણે સ્પેનમાંથી તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ના શેર કર્યા ફોટા, નિહાળો અહીંયા 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati