તમે પણ કરો છો Night Shiftમાં કામ ? તો જાણી લો તમને થઈ શકે છે આ બીમારીઓ

સામાન્ય રીતે રાતનો સમય સુવાનો હોય છે. પણ કુદરતના નિયમો વિરુદ્ધ કેટલાક લોકો નોકરીને કારણે રાત્રે 12થી 2 વાગ્યે સુધી પણ કામ કરવું પડે છે. જો તમારી દિનચર્યા સતત આવી રહેશે તો તમારા શરીરને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ કે નાઈટ શિફટમાં (Night shift) કામ કરવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.

તમે પણ કરો છો Night Shiftમાં કામ ? તો જાણી લો તમને થઈ શકે છે આ બીમારીઓ
Night shift
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 22, 2022 | 11:48 PM

Health care tips : જીવનમાં લાંબુ જીવન જીવવા માટે વડીલોની સૂચનો અને કુદરતી નિયમોનું  પાલન કરવું જોઈએ. પણ કેટલીવાર નોકરી અને ધંધાના ચક્કરમાં આવા નિયમોનું પાલન લોકો કરી શકતા નથી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકોને જાતજાતની નોકરીઓ કરવી પડે છે. કેટલીક નોકરીઓ એવી હોય છે જેમાં નાઈટ શિફટમાં પણ કામ કરવું પડે છે. જેમ કે મીડિયા કર્મચારીઓ, ડોક્ટર્સ અને પોલીસ કર્મચારીઓ. સામાન્ય રીતે રાતનો સમય સુવાનો હોય છે. પણ કુદરતના નિયમો વિરુદ્ધ કેટલાક લોકો નોકરીને કારણે રાત્રે 12થી 2 વાગ્યે સુધી પણ કામ કરવું પડે છે. જો તમારી દિનચર્યા સતત આવી રહેશે તો તમારા શરીરને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ કે નાઈટ શિફટમાં (Night shift) કામ કરવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.

વિટામિન Dની ઉણપ

નાઈટ શિફ્ટમાં કામ કરવાથી વ્યક્તિ સૂર્ય પ્રકાશના સંપર્કમાં વધારે સમય આવતો નથી. સૂર્ય પ્રકાશ વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય પ્રકાશ ન મળતા વિટામિન Dની ઉણપ સર્જાઈ છે. અને તેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.

માનસિક સ્વાસ્થ્ય બગડે છે

ઘણા બધા અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે, જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે, તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, નાઈટ શિફ્ટમાં કામ કરનારા લોકોના મગજના કેમિકલ પર ખરાબ અસર થાય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડતા તેમના કામ પર તેની અસર પડે છે. તેથી નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકો એ રોજ 10 મિનિટ ધ્યાન ધરવું જોઈએ, જેથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધરે.

મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો

નાઈટ શિફટમાં કામ કરતા લોકો પર મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો રહે છે. તેમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ શુગર લેવલ અને વજન વધવા જેવી ગંભીર બીમારીઓ થાય છે. નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોએ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાત્રે એક વાર ગરમ પાણી પીઓ અને વધારે હાઈડ્રેટ થવાનો  પ્રયત્ન કરો.

હાર્ટ એટેકનું જોખમ

કેટલાક રિપોર્ટ અનુસાર, નાઈટ શિફટમાં કામ કરનારને પાંચ વર્ષ પછી હાર્ટ એટેક આવવાનું જોખમ કેટલાક ટકા વધી જાય છે. અસ્તવ્યસ્ત થયેલી લાઈફસ્ટાઈલને કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે અને હ્દય પર તેની અસર પડે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati