
ઈન્ટરનેટે આપણી લાઈફને અનેક રીતે સરળ અને સુવિધાજનક બનાવી છે.ઓનલાઈન શોપિંગથી લઈ સોશિયલ મીડિયા માહિતી, સંદેશાવ્યવહાર અને મનોરંજન હવે ફક્ત એક ક્લિકથી દૂર છે. પરંતુ આ ડિજિટલ દુનિયાની ચમક પાછળ એક કાળું સત્ય છુપાયેલું છે.આ સાયબર છેતરપિંડીનો વધતો ખતરો છે. છેતરપિંડી કરનારાઓ પાયરેટેડ ફિલ્મો, નકલી ઓફરો અથવા પ્રતિબંધિત સામગ્રી જેવી ગેરકાયદેસર સામગ્રી ઓફર કરીને નિર્દોષ લોકોને તેમના જાળમાં ફસાવે છે. તેઓ વ્યક્તિગત માહિતી ચોરી કરીને, ધમકીઓ આપીને અથવા નકલી વેબસાઇટ્સનો ઉપયોગ કરીને આ કપટી પ્રવૃત્તિઓનો લાભ લે છે.
સાયબર ઠગ હંમેશા ફિશિંગ, સ્કેમ કે પછી બ્લેકમેલ દ્વારા નિશાને બનાવે છે. તે સોશિયલ મીડિયા , ઈમેલ કે નકલીવેબસાઈટ પર પાયરેટેડ ફિલ્મ, પ્રતિબંધિત સામગ્રી કે પછી ફ્રી ઓફર્સને લાલચ આપે છે. યુઝર જેવું લિંક પર ક્લિક કરે છે. તેની અંગત જાણકારી જેમ કે, ફોન નંબર, ઈમેલ કે પછી બેન્કની માહિતી ચોરી લે છે. ત્યારબાદ ઠગ તમને ધમકીઓ આપે છે. કે, તમે ગેરકાયદેસર સામગ્રી જોઈ છે. દંડ આપો બાકી પોલીસ કાર્યવાહી થશે. આ એક આખી જાળ હોય છે. જેમાં ઠગ વિદેશી સર્વર્સનો ઉપયોગ કરે છે. કારણ કે તે પોલીસની પકડમાં ન આવે. ભારતમાં દર વર્ષે લાખો લોકો આવા ફ્રોડનો શિકાર બને છે. જેનાથી નાંણાકિય અને માનસિક નુકસાન થાય છે.
સાયબર ઠગથી બચવા માટે સાવધાની જરુરી છે. અજાણતા લિંક પર ક્લિક કરવાથી બચો, ખાસ કરીને જે ફ્રી કંન્ટેટ કે ખોટી ઓફરનું વચન આપે છે. હંમેશા ઓફિશિયલ અને વિશ્વસનીય પ્લેટફોર્મસ જેવા નેટફિલ્કસ કે એમેઝોન પ્રાઈમનો ઉપયોગ કરો. વેબસાઈ તપાસો HTTPS, યુઝર રિવ્યુ અને ઓનલાઇન સર્ચ મદદરૂપ થઈ શકે છે.
તમારા ડિવાઈસ પર એન્ટીવાયરસ સોફ્ટવેર અને VPN નો ઉપયોગ કરો. જો તમને ધમકીભર્યો સંદેશ અથવા કૉલ મળે તો ગભરાશો નહીં. સાચી પોલીસ ક્યારેય ઓનલાઇન પૈસા માંગતી નથી. સોશિયલ મીડિયા પર મજબૂત પ્રાઈવેસી સેટિંગ્સ જાળવી રાખો અને અજાણ્યા લોકોથી દૂર રહો.
જો તમે સાયબર ઠગનો શિકાર બનો છો, તો તરત જ કાર્યવાહી કરો. ભારતમાં સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધી કે પછી 1930 પર કોલ કરો. જે 24/7 હેલ્પલાઈન છે. નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અથવા સ્થાનીક સાયબર સેલનો સંપર્ક કરો. જો બેંકમાંથી પૈસા કાઢવામાં આવ્યા છે તો તરત જ બેન્કને જાણ કરો. તેમજ આરબીઆઈની વેબસાઈટ પર સાયબર ફ્રોડને ફરિયાદ કરો, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપુર્ણ જાણકારી અપલોડ કરો. જેનાથી જલ્દી તપાસ થશે. વહેલી ફરિયાદ નોંધાવવાથી પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે.