Skin Care Tips : ચહેરાને કરચલીઓથી બચાવવા માટે હળદર છે અકસીર ઉપાય, ઘરે બનાવેલા ફેસપેકથી થશે ઘણો ફાયદો

હળદરથી ઘરે બનાવેલા ઘણા ફેસપેક ખીલથી માંડીને ઝીણી રેખાઓ અને કરચલીઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. ચહેરા પર હળદરથી નિખાર લાવી શકાય છે.

Skin Care Tips : ચહેરાને કરચલીઓથી બચાવવા માટે હળદર છે અકસીર ઉપાય, ઘરે બનાવેલા ફેસપેકથી થશે ઘણો ફાયદો
Skin Care Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 2:49 PM

ઊંમર વધવાની સાથે ધીરે ધીરે ચહેરા પર કરચલીઓ(Wrinkles) અને ઝીણી રેખાઓ(lines) બનવા લાગે છે. ઘણા લોકો ચહેરા પર કરચલીઓ થતી રોકવા માટે અનેક મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટસ(Cosmetic products) પર ખર્ચા કરે છે, જોકે તેઓ જાણતા નથી કે કેટલીક ઘરમાં રહેલી વસ્તુઓ જ ચહેરાની સુંદરતા યથાવત રાખવામાં અને તેના પર કરચલીઓ થતી રોકવામાં મદદરુપ છે. જેમાંથી એક ઉત્તમ ઔષધિ હળદર છે. હળદર એ એન્ટિ-એજિંગ(Anti-aging) માટે એક કુદરતી ઉપાય છે.

હળદરથી ઘરે બનાવેલા ઘણા ફેસપેક ખીલથી માંડીને ઝીણી રેખાઓ અને કરચલીઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. ચહેરાની કરચલીઓથી બચવા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ.

હળદરમાંથી બનેલા 5 હોમમેઇડ ફેસ પેક

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

1. હળદર અને દૂધનો ફેસ માસ્ક

1-2 ચમચી હળદર લઇ તેમાં થોડું દૂધ ઉમેરો. તેમને મિક્સ કરીને પેસ્ટ બનાવવી. તેને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવવી. પેસ્ટને 15-20 મિનિટ માટે ચહેરા પર રહેવા દેવી અને પછી તેને સાદા પાણીથી ધોઈ લેવી. આ એન્ટિ એજિંગ ફેસ માસ્ક અઠવાડિયામાં 2-3 વખત વાપરી શકાય છે.

2. હળદર અને એલોવેરા એન્ટી એજિંગ ફેસ પેક

એક ચમચી હળદર પાવડર લેવો અને તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરવુ. પછી આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો. તેને નવશેકા પાણીથી ધોતા પહેલા 15-20 મિનિટ રહેવા દો. આ એન્ટિ એજિંગ ફેસ માસ્ક અઠવાડિયામાં 2-3 વખત વાપરી શકાય છે.

3. હળદર અને મધ સાથે એન્ટી એજિંગ ફેસ પેક

એક ચપટી હળદર પાવડરમાં થોડું મધ ઉમેરવુ. તેને એકસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવવી. તેને આખા ચહેરા અને ગરદન પર લગાવી 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

4. હળદર અને રોઝહીપ તેલનો ફેસ પેક

એક ચમચી હળદરમાં જરુરી માત્રામાં ઠંડું ગુલાબહીપ તેલ ઉમેરવુ. એક સ્મૂધ પેસ્ટ બનાવી તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો અને મસાજ કરો. તેને ત્વચા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. જો જરૂરી હોય તો, હળવા ફેસ ક્લીન્સરનો ઉપયોગ કરો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

5. હળદર અને બનાના એન્ટી એજિંગ ફેસ માસ્ક

અડધા પાકેલા કેળાને બ્લેન્ડ કરીને તેનો પલ્પ બનાવો. તેને બહાર કાઢો અને તેમાં એક ચપટી હળદરનો પાવડર ઉમેરો. એકસાથે મિક્સ કરી પેસ્ટ આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને નવશેકા પાણીથી ધોતા પહેલા તેને ત્વચા પર 15-20 મિનિટ સુધી રહેવા દો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચોઃ કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી

આ પણ વાંચોઃ Sun Remedies for Success: જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ રીતે કરો સૂર્ય પૂજા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">