Mobile Earphone: શું તમે ઈયરફોનનો ઉપયોગ કરો છો ? જો હા, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

કાનના નિષ્ણાત ડો.એ. વહાબે જણાવ્યું હતું કે ઇયરફોનના સતત ઉપયોગને કારણે આપણી સાંભળવાની ક્ષમતા 40 ડેસિબલ ઘટે છે. તેનાથી બહેરાશ પણ આવી શકે છે.

Mobile Earphone: શું તમે ઈયરફોનનો ઉપયોગ કરો છો ?  જો હા, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
ઈયરફોનના વધુ પડતા ઉપયોગથી કાનની બહેરાશ આવી શકે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:54 PM

શું તમે ઇયરફોન વાપરો છો? તો સાવચેત થઈ જવાની જરૂર છે. તમે ઘણા યુવાનો જોયા જ હશે, જે સતત કાનમાં ઇયરફોન લગાવી રાખતા હોય છે. ઇયરફોનનો ઉપયોગ કરવો ખોટો નથી, પરંતુ કલાકો સુધી તેનો સતત ઉપયોગ કરવો ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇયરફોનને કારણે કાનને નુકસાન થવાના કેસોમા અને માર્ગ અકસ્માતોમા ઘણો વધારો જોવા મળ્યો છે. તાજેતરના વર્ષોમાં આ એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે.

50 ટકા યુવાનોમાં કાનની સમસ્યાનું કારણ ઇયરફોનનો સતત ઉપયોગ છે. ઇયરફોનના સતત ઉપયોગને કારણે કાનમાં દુખાવો, માથાનો દુખાવો, ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ થવી એ સામાન્ય છે. પૂર્વોત્તર દિલ્હીના કાનના નિષ્ણાત ડો. એ. વહાબે અમને જણાવ્યું હતું કે ઇયરફોનના સતત ઉપયોગથી આપણી સાંભળવાની શક્તિ  40 ડેસિબલ સુધી ઘટે છે.

ડો. વહાબ આગળ સમજાવે છે કે ઇયરફોનના સતત ઉપયોગથી કાનનો પડદો વાઇબ્રેટ થાય છે અને જેના કારણે તે ખરાબ થવાની અથવા તેમા નુકસાન થવાની સંભાવના વધી જાય છે. આના કારણે કાનમાં છન -છન જેવો અવાજ સંભળાવવો, ચક્કર આવવા, કળતર વગેરે સમસ્યાઓ થાય છે. ખાસ કરીને લોકોને દૂરના અવાજો સાંભળવામાં તકલીફ પડવા લાગે છે અને તેનાથી બહેરાશ પણ આવી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઇયરફોન દ્વારા ગીતો સાંભળતા સમયે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ઇયરફોન નાના હોય છે અને તમારા કાનમાં સરળતાથી ફિટ થઈ જતા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ બહારના અવાજને રોકી શક્તા નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિ  જ્યારે બહારનો અવાજ સાંભળવા માંગતા ન હોય ત્યારે ઇયરફોનનું વોલ્યુમ વધારી દેતા હોય છે. આ તમારા માટે ખૂબ જ ખતરનાક છે. આવું એક સંશોધનમાં  સામે આવ્યું છે.

મોટેથી સંગીત સાંભળવાથી માનસિક સમસ્યાઓ થઈ શકે છે, તેમજ હૃદયરોગ અને કેન્સરની શક્યતા પણ વધી જાય છે. ઇયરફોનમાં 100 ડીબી સુધીનો અવાજ આવી શકે છે, જે તમારા કાનને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે. સામાન્ય રીતે કાન 65 ડેસિબલ અવાજને સહન કરી શકે છે, જ્યારે 85 ડેસિબલથી વધુ અવાજ કાન માટે જોખમી છે. જો ઇયરફોન પર 40 કલાકથી વધુ સમય સુધી 90 ડેસિબલનો અવાજ સંભળાય તો કાનની નસો સંપૂર્ણપણે ડેડ થઈ જાય છે.

ડો. વહાબ શક્ય તેટલું ઓછું ઇયરફોન વાપરવાની સલાહ આપે  છે. તેઓ કહે છે કે જો તમારે આવશ્યક કામ માટે કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવો હોય તો દર એક કલાકના અંતરે ઓછામાં ઓછી 5 મિનિટનો વિરામ લેવો જ જોઈએ. ઈયરબર્ડની તુલનાએ ઈયરફોનનો ઉપયોગ વધુ સારો છે. કારણકે તે કાનની બહાર લગાવવાના હોય છે. તેમણે સારી કંપનીના ઈયરફોનનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો છે.

આ પણ વાંચો :  સાવધાન! ટાઈટ જીન્સ પહેરવાનો શોખ પડી શકે છે ભારે, શરીર બની જશે આટલા ગંભીર રોગોનું ઘર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">