ભેળસેળયુક્ત તેલ તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકશાન, આ સરળ રીતથી ચકાસો Cooking Oil શુધ્ધ છે કે બનાવટી !

રસોઈમાં વપરાતું તેલ જો ભેળસેળયુક્ત હોય, તો તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ભેળસેળયુક્ત તેલનું નિયમિત સેવન કરનાર વ્યક્તિનું જીવન ટૂંકું કરી શકે છે.

ભેળસેળયુક્ત તેલ તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકશાન, આ સરળ રીતથી ચકાસો Cooking Oil શુધ્ધ છે કે બનાવટી !
Cooking Oil

Cooking Oil : સામાન્ય રીતે વેપારીઓ તેલમાં મેટનીલ યલો જેવા રંગ અથવા ટ્રાઇ-ઓર્થો-ક્રેસિલ-ફોસ્ફેટ (TOCP) જેવા રાસાયણિક સંયોજનનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે જીવલેણ છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Food Safety and Standard Authority of India) એ તેના ટ્વિટર હેન્ડલ પર બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં (Video) તેલની ગુણવત્તા ચકાસવાની એક સરસ રીત આપવામાં આવી છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ માત્ર બે મિનિટમાં તેલની ગુણવત્તા ચકાસી શકશે અને ભેળસેળયુક્ત તેલ ખાવાથી બચી શકશે.

તેલની ગુણવત્તા કેવી રીતે તપાસવી?

જો રસોઈ તેલમાં મેટનીલ યલો જેવા કોઈ પણ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તમે તેને સરળતાથી શોધી શકો છો. FSSAI મુજબ, એક વાસણમાં લગભગ 1 ml તેલ લો અને લગભગ 4 ml પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે બીજા વાસણમાં 2 મિલી મિશ્રણ રેડવું અને પછી તેમાં 2 મિલી સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો.

તમે જોશો કે શુદ્ધ તેલના ઉપરના સ્તરનો રંગ (Color) બિલકુલ બદલાશે નહીં. જ્યારે ભેળસેળયુક્ત તેલના ઉપરના સ્તરનો રંગ બદલાશે. આ રીતે તમે શુદ્ધ અને ભેળસેળયુક્ત તેલ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકશો.

TOCP ધરાવતું ભેળસેળયુક્ત તેલ આ રીતે તપાસો

FSSAI એ TOCP ની મદદથી તૈયાર કરેલા ભેળસેળયુક્ત તેલને તપાસવાની રીત પણ શેર કરી છે. તેલમાં રાસાયણિક સંયોજનનો (Chemical Compound) ઉપયોગ થયો છે કે નહીં તે સમજવા માટે, સૌ પ્રથમ બે અલગ ગ્લાસમાં લગભગ 2 મિલી તેલ લો. હવે તેમાં માખણનો નાનો ટુકડો મૂકો.

માખણ ઉમેર્યાના થોડા સમય બાદ તમે શુદ્ધ તેલના રંગમાં કોઈ ફેરફાર જોશો નહીં. પરંતુ ભેળસેળયુક્ત તેલના ઉપરના સ્તરનો રંગ લાલ થઈ જશે. બજારમાંથી તેલ ખરીદ્યા બાદ આ રીતે તેની ગુણવત્તાને તપાસવી જોઈએ.

 

આ પણ વાંચો: Beauty Tips : વાળની માવજત માટે મોંઘા પ્રોડ્કટને કહો બાય બાય, ટ્રાય કરી જુઓ આ હેર માસ્ક

આ પણ વાંચો:  Lifestyle : જૂની સાવરણીને ફેંકવાને બદલે સજાવટ માટે આ રીતે ઉપયોગ કરી શકો છો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati