Lifestyle : દરેક સીઝનમાં સદાબહાર છે ચેક્સની પ્રિન્ટ, વોર્ડરોબમાં આજે જ ઉમેરો

દરેક વ્યક્તિને સ્ટાઈલિશ રહેવું ગમે છે. તમે પણ તમારા વોર્ડરોબમાં ચેક્સની પ્રિન્ટના અલગ અલગ કપડાં ઉમેરીને ટ્રેન્ડી રહી શકો છો.

Lifestyle : દરેક સીઝનમાં સદાબહાર છે ચેક્સની પ્રિન્ટ, વોર્ડરોબમાં આજે જ ઉમેરો
Add these clothes to the wardrobe today and stay stylish
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:03 AM

ફેશનની દુનિયામાં સતત પરિવર્તન આવતું રહે છે. પણ ચેક્સની ફેશન સદાબહાર છે. આ ફેશન દરેક સીઝનમાં સદાબહાર લુક આપે છે. આ સ્ટાઇલ દરેક મટિરિયલના લિકને નિખારે છે. ચેક્સ પ્રિન્ટના શર્ટ, કુર્તા, ટોપ, પેન્ટ, સલવાર કમીજ, વન પીઆઈએસ તેમજ સ્કર્ટ ફેશનેબલ યુવતીઓના વોર્ડરોબમાં અચૂકપણે સ્થાન ધરાવે છે. કોલેજ ગોઈંગ ગર્લ્સ માટે ચેક્સ સદાબહાર પ્રિન્ટ છે અને તે જીન્સ, સ્કર્ટ, ચુડીદાર, અને પેન્ટ્સ સાથે પહેરીને આકર્ષક લાગી શકાય છે. ચેકસમાં પણ પ્લેન, પ્રિન્ટેડ, સ્ટ્રેપ, રીવર્સીબલ વગેરે જેવી વેરાયટી પણ આવે છે.

ચેક્સની સાઈઝ અત્યારસુધી સફેદ અને કાળા કપડામાં જ ચેક્સની પ્રિન્ટ જોવા મળતી હતી. પરંતુ હવે ગોલ્ડન અને સિલ્વર તેમજ તમામ કલરના કપડામાં પણ આવી પ્રિન્ટ જોવા મળે છે. આજકાલ તો ચેક્સ પ્રિન્ટમાં બ્લુ, પિન્ક,રેડ અને ગ્રીન રંગોની ડિમાન્ડ વધી ગઈ છે.

જીન્સ સાથે ક્લાસિક જોડી જેમ સફેદ શર્ટ અને બ્લુ જીન્સનું કોમ્બિનેશન હંમેશા ઈન છે. બસ એજ રીતે ચેક્સ શર્ટ અને જીન્સ પણ ક્લાસિક લાગે છે. તેના માટે શર્ટનું પરફેક્ટ ફિટિંગ હોવું જરૂરી છે. યંગ ગર્લ્સ એ લાઈન સ્કર્ટ, ટ્રાઉઝર્સ, બ્લેઝર્સ પર તેનો પ્રયોગ કરી શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ચેક્સ પ્રિન્ટની કુર્તિ ઓફિસવેરમાં ચેક્સ પ્રિન્ટની કુર્તીનો વિકલ્પ પસંદ કરી શકાય છે. વર્કિંગ પ્લેસમાં જો તમે ફેશનેબલ દેખાવા માંગતા હોવ તો ચેક્સ પ્રિન્ટની કુર્તી પહેરો. ઝીણી અને મોટી સ્ટાઇલની ચેક્સ કુર્તીને સુંદર બનાવે છે.

સ્ટાઈલિશ ચેક્સ પ્રિન્ટ ક્રોપ ટોપ ખુલતા અને ચેસ્ટ તથા કમર સુધીની લંબાઈ ધરાવતા ક્રોપ ટોપ આધુનિકાઓની અવ્વ્લ પસંદગી બન્યા છે. એમાં પણ આ ક્રોપ ટોપ સાથે હૈ વેસ્ટ જીન્સનું કોમ્બિનેશન સુપર કુલ લુક આપે છે. જોકે ચોમાસામાં જીન્સ ન પહેરવું હોય તો ક્રોપ ટોપની સાથે સ્ટાઈલિશ સ્કર્ટ પણ પહેરી શકો છો.

ચેક્સ પ્રિન્ટ પહેરવાની યોગ્ય સ્ટાઇલ જો તમે ચેક્સ પ્રિન્ટનો શોર્ટ ડ્રેસ પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તેની ઉપર બ્લેઝર કે ડેનિમ જેકેટ પહેરી શકાય છે. આમ, ચેક્સના શોર્ટ ડ્રેસ પર લેયરિંગ કરીને આકર્ષક લુક મેળવી શકાય છે.

આ પણ વાંચો :

સામાન્ય જ્ઞાન: જીન્સમાં કેમ હોય છે નાના ખિસ્સા? ઈતિહાસ સાથે સંકળાયેલું છે કારણ, જાણો

Lifestyle : વરસાદમાં પણ આ ટિપ્સ ફોલો કરી લોકોને તમારી સ્ટાઇલ અને ફેશનથી ઈંપ્રેસ કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">