ચકડોળમાં ફસાયેલા પરિવારનો આરોપ છે કે લાંબા સમય સુધી ચકડોળ બંધ થતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જો કે ત્યાં હાજર સિક્યુરીટી ગાર્ડે આંખ આડા કાન કર્યા હતા. પરિવારનો આરોપ છે કે સિક્યુરીટી ગાર્ડે બંધ ચકડોળમાં બેઠેલા પરિવારને મેન્ટેન્સની કામગીરી કરવા આવેલા અધિકારી ગણાવીને બચાવ કામગીરી માટે કોઈ પગલા ન હતા લીધા. જો કે આ સમગ્ર વિવાદ સામે આવતા રાજકોટ કોર્પોરેશને અહેવાલ માંગ્યો છે અને ડેપ્યુટી કમિશનરે દાવો કર્યો છે કે એકાદ દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરી નિર્ણય લેવામાં આવશે. સાથે જ કોન્ટ્રાક્ટર એજન્સીઓને આ મામલે ફટકાર લગાવવાની પણ તૈયારી કરી છે.