યુઝવેન્દ્ર ચહલ પોતાના બેટથી ક્યારેય બેટીંગ નથી કરતો, કપિલ શર્માના શોમાં ચહલે ખોલ્યુ રહસ્ય

યુઝવેન્દ્ર ચહલ પોતાના બેટથી ક્યારેય બેટીંગ નથી કરતો, કપિલ શર્માના શોમાં ચહલે ખોલ્યુ રહસ્ય

યુઝવેન્દ્ર ચહલની ગણતરી ભારતના શાનદાર બોલરોમાં કરવામા આવે છે. ટી-20 લીગ 2020માં પણ તેનુ શાનદાર પ્રદર્શન જારી છે. તે વર્તમાન સિઝનમાં પણ 12 મેચ રમીને 18 વિકેટ મેળવી ચુક્યો છે. તે સરેરાશ પ્રત્યેક 18.50 રન આપીને એક વિકેટ ઝડપી રહ્યો છે. જોકે એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે, મેદાન પર ધુરંધર બેટ્સમેનોને પોતાની ફીરકી પર નચાવવા વાળા આ બોલર, પોતાની બેટીંગ વાળા ઉધારીના બેટથી રમત રમે છે.

  

તમે પણ જરુર ચોંકી ગયા હશો, પરંતુ આ એક વાત સોળ આનાની સાચી વાત છે. યુઝવેન્દ્ર ચહલે કોમેડીયન કપિલ શર્માના શો, ધ કપિલ શર્મા શોમાં પોતે જ કબુલ કરી હતી આ વાતને. તેણે આ માટેનુ તેનુ કારણ પણ જણાવ્યુ હતુ. ધ કપિલ શર્માના શોની સિઝન 02 ના 107માં એપિસોડમાં યુઝવેન્દ્ર ચહલ સાથે ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બોલર પિયુષ ચાવલા પણ મહેમાન બનીને પહોંચ્યા હતા. ત્યારે શો દરમ્યાન જ કપિલે વાત વાતમાં જ શોની ગેસ્ટ અર્ચના પુરન સિંહને બતાવ્યુ હતુ કે, આ વાત જાણવા જેવી છે. યુઝવેન્દ્રના અંગે સાંભળેલી વાત રજુ કરી હતી કે તે ક્યારેય પોતાનુ બેટ ખરીદતો નથી, તે બીજા ખેલાડી પાસે જ માંગી લે છે. જેમ કે ક્યારેક રોહિત શર્મા કે ક્યારેક વિરાટ કોહલી પાસેથી માંગી લેતો હતો.

કપિલ શર્માએ આ પછી પણ ચહલની વધુ વાત પણ કરતા કહ્યુ હતુ કે, તમને ભરોસો નથી હોતો કે મારો પણ વારો આવશે. જો કે વાત સાંભળીને તો ચહલ અને ચાવલા બંને એક બીજા સામે જોઇને હંસવા લાગ્યા હતા. આ પછી ચહલે કહ્યુ હતુ કે, જે હિસાબથી બેટ આવે છે ને, તે અમારા બેટીંગ ટેલેન્ટના હિસાબથી આવે છે. તો આવા બેટ આવશે કે, મલિંગા જેવાઓ એ તો બોલ ફેંક્યો હશે તો બેટ જ તુટી જશે. તો હું જોઇ રહુ છુ કે, કોઇનો ઇંતઝાર કરુ છુ કે કોનુ હળવુ બેટ આવ્યુ છે. અને આ હરકતોને જોઇને  તે પણ સમજી જાય છે કે, આ મારાથી બેટ લેવાનો છે. આ સાંભળીને કપિલ, ચહલ અને ચાવલા સહિત અર્ચના પુરન સિંઘ સહિત બધા જ દર્શકો પણ હંસી પડ્યા હતા.

ચહલે કહ્યુ હતુ કે, તો હું હળવા બેટ હું રોહિત અને કોહલી પાસે થી જ મારી લઉ છુ. તેની પર કપિલે કહ્યુ હતુ કે, આપ બેટ જ મારી લો છો કે ક્યારેક ક્યારેક, પૈડ ગ્લોવઝ વગેરે પણ. જવાબમાં ચહલે કહ્યુ હતુ કે, ના તેતો પોતાના જ હોય છે. તો કપિલે પણ આગળ પુછ્યુ હતુ કે, અને બનિયાન અને અંડર વિયર વગેરે પણ માંગી લઇ રહ્યા છો. ચહલે હસતા હસતા તેનો પણ જવાબ આપ્યો હતો કે તેમની સાઇઝના ફીટ નહી થાય મને. આ સાંભળીને તાળીઓ વગાડીને કપિલ શર્મા જોર જોરથી હંસવા લાગી પડ્યો હતો.

આ પણ વાંચોઃ T-20: ક્રિસ ગેઇલે બનાવ્યો સિકસરનો વર્લ્ડ રેકોર્ડ, જેને તોડવો હવે લગભગ અશક્ય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati