WHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ

કોરોના વાયરસને લીધે દેશ અને દુનિયાના ઘણા વિસ્તારો લોકડાઉન થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તે સિવાય આ વાયરસને ફેલાવવાથી અટકાવવા માટે લોકો સોશિયલ મીડિયા પર જાગરૂકરતા ફેલાવી રહ્યા છે અને હાથને વારંવાર ધોવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ સોશિયલ મીડિયા પર […]

WHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:40 AM

કોરોના વાયરસને લીધે દેશ અને દુનિયાના ઘણા વિસ્તારો લોકડાઉન થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તે સિવાય આ વાયરસને ફેલાવવાથી અટકાવવા માટે લોકો સોશિયલ મીડિયા પર જાગરૂકરતા ફેલાવી રહ્યા છે અને હાથને વારંવાર ધોવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર સેલિબ્રિટીથી આ મામલે જાગરૂકતા ફેલાવવાની અપીલ કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WHOના ડાયરેક્ટર જનરલ ડૉકટર ટેડ્રોસ અધાનોમે ટ્વીટર પર ઘણા સેલિબ્રિટીને ટેગ કર્યા છે અને તેમને ‘સેફ હેન્ડસ’ ચેલેન્જને લેવાની અપીલ કરી છે. ટેડ્રોસે તેમના ટ્વીટમાં લખ્યું કે ગ્લોબલ સ્ટાર્સ સેફ હેન્ડસ ચેલેન્જને લઈને પોતાનો વીડિયો શેયર કરે અને પોતાની સાથે અન્ય ત્રણ લોકોને આ ચેલેન્જ લેવા માટે કહે. આપણે બધા જ સાથે મળીને આ વાયરસનો સામનો કરી શકીએ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતમાં ઘણા રાજ્યોમાં મોલ, સિનેમાઘર, જિમ અને સ્વીમિંગ પુલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના ખતરાને લઈ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પણ ઘરમાં જ સમય પસાર કરવાનો નિર્ણય કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">