પપૈયાનો છોડ લગાવવાના વિવાદમાં કરાઈ મહિલાની હત્યા, ભત્રીજાએ 26 વાર છરીના ઘા મારી કરી હત્યા

પપૈયાનો છોડ લગાવવાને લઈને થયેલા વિવાદ બાદ ભત્રીજાએ જ તેની કાકીની હત્યા (Murder) કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.

પપૈયાનો છોડ લગાવવાના વિવાદમાં કરાઈ મહિલાની હત્યા, ભત્રીજાએ 26 વાર છરીના ઘા મારી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 10:30 PM

બિહારના દરભંગામાં પપૈયાનો છોડ લગાવવાને લઈને થયેલા વિવાદ બાદ એક ભત્રીજાએ સંબંધમાં રહેલી તેની કાકીની હત્યા (Murder) કરી નાખી હતી. હકીકતમાં, દરભંગા જિલ્લાના લહેરિયાસરાય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શુભંકરપુરમાં બદ્રીનાથ મંદિરની નજીક મહિલા તેની ભાભી કિરણ દેવીનો વિભા દેવી સાથે પપૈયાનો છોડ લગાવવાને લઈને વિવાદ થયો હતો. આ પછી જ્યારે બંને વચ્ચે વિવાદ વધી ગયો તો જેઠાણી કિરણ દેવીના પુત્ર રવિ કુમાર મહતોએ તેની કાકીને 26 ઘા છરીના માર્યા હતા. આ પછી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આરોપીની માતાની ધરપકડ

અહીં ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે દરભંગા મેડિકલ કોલેજ મોકલી આપ્યો હતો. પોલીસે યુવકની માતા કિરણ દેવીની ધરપકડ કરી છે. આ મામલામાં મૃતક મહિલા વિભા દેવીની સાસુ સુખની દેવીએ એફઆઈઆર નોંધાવી છે. કેસની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું કે, કિરણ દેવીની ધરપકડ કરવામાં આવી છે. અહીં ઘટના બાદ યુવકની ધરપકડ ન થતાં રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. શુભંકરપુરમાં લોકોએ રસ્તો રોકીને આગ ચાંપી હતી અને પોલીસ-પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ શુભંકરપુર ટોપ ઓપીના પ્રભારી અખિલેશ કુમારને ધક્કો માર્યો અને તેમની ટોપી ઉતારી દીધી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી

અહીં મૃતકના પતિ મનોજ મહતોએ જણાવ્યું કે, તે દુબઈમાં રહે છે. તેની ગેરહાજરીમાં હત્યા કરાયેલી મહિલાના પતિએ આરોપ લગાવ્યો કે, આરોપી રવિ કુમાર અને તેનો પરિવાર પહેલાથી જ દારૂનું વેચાણ કરતા હતા અને તે હંમેશા નશામાં રહેતો હતો. થોડા દિવસો પહેલા તેણે રવિ અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનથી લઈને આઈજી સુધી લેખિત ફરિયાદ કરી હતી, તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">