દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?

કોઈ પણ દેશને મધ્યમ વર્ગ ચલાવે છે. આ વર્ગમાં મોટાભાગે નોકરિયાતો અને નાના કારોબારીઓ હોય છે કે જેઓ દિવસ ભર તનતોડ મહેનત કરે છે અને પ્રામાણિકતાથી ટૅક્સ ચુકવે છે. આ મધ્યમ વર્ગ તમામ પ્રકારની ડ્યૂટીઝ ચુકવે છે કે જેના બળે સરકાર વિકાસ યોજનાઓ ચલાવે છે. ત્યારે આજે રજૂ થનાર મોદી સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ શું […]

દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 3:30 AM

કોઈ પણ દેશને મધ્યમ વર્ગ ચલાવે છે. આ વર્ગમાં મોટાભાગે નોકરિયાતો અને નાના કારોબારીઓ હોય છે કે જેઓ દિવસ ભર તનતોડ મહેનત કરે છે અને પ્રામાણિકતાથી ટૅક્સ ચુકવે છે.

આ મધ્યમ વર્ગ તમામ પ્રકારની ડ્યૂટીઝ ચુકવે છે કે જેના બળે સરકાર વિકાસ યોજનાઓ ચલાવે છે. ત્યારે આજે રજૂ થનાર મોદી સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ શું મધ્યમ વર્ગની આશા-અપેક્ષાઓ મુજબ રહેશે ?

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દેશના મધ્યમ વર્ગની હાલની સૌથી મોટી અપેક્ષા ટૅક્સ છૂટની છે. આ વખતે ચૂંટણી મોસમમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે લોકોની આકાંક્ષાઓ આસમાને છે.

મોદી સરકારે જ્યારે તેનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે સૌના મનમાં પ્રશ્ન એ છે ખે પાંચ વર્ષથી પોતાના મનની વાત લોકોને સંભળાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકોના મનની વાત સાંભળશે? સરકારી આંકડાઓ મુજબ દર વર્ષે લગભગ 2 કરોડ 10 લાખ લોકો આઈટી રિટર્ન ભરે છે.

હાલમાં ટૅક્સ સ્લૅબ પ્રમાણે 2.50 લાખ સુધીની આવક ધરાવતા લોકો ટૅક્સના દાયરામાં આવે છે, ત્યારે લોોકની અપેક્ષા છે કે આ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ કરી દેવામાં આવે.

બજેટથી યુવાનોને પણ ઘણી અપેક્ષાઓ છે કે જેઓ બેરોજગારીના વમળમાં ફસાયેલા છે. દર વર્ષે 30 લાખ નવા ગ્રેજ્યુએટ ઉમેરાઈ રહ્યા છે. દર વર્ષે 8 લાખ નવા એન્જિનિયર બજારમાં આવી રહ્યા છે, તો દર વર્ષે 5 લાખ કરતા વધુ એમબીએ પણ આ બેકારોની ભીડમાં સામેલ થઈ રહ્યા છે. આ તમામ લોકોને અપેક્ષા છે કે સરકાર બજેટમાં કંઇક એવું કરશે કે જેથી રોજગારાની નવી તકો સર્જાય.

સામાન્ય વર્ગના લોકો અને ગૃહિણીઓને પણ મોંઘવારીમાંથી રાહત મળે તેવા બજેટની અપેક્ષા છે.

[yop_poll id=955]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">