હાર્દિક પટેલને ‘NO ENTRY’ વિસ્તારમાં ENTRY અપાવશે ભાવિ પત્ની, મહેસાણાથી તડીપાર થયેલા હાર્દિકને મળી ગયું વિસ્તારમાં પ્રવેશ કરવાનું બહાનું

હાર્દિક પટેલને ‘NO ENTRY’ વિસ્તારમાં ENTRY અપાવશે ભાવિ પત્ની, મહેસાણાથી તડીપાર થયેલા હાર્દિકને મળી ગયું વિસ્તારમાં પ્રવેશ કરવાનું બહાનું


પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહેસાણામાં પોતાના કુળદેવીના દર્શન કરવા જવા માગે છે. આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે.

આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે.

પાટીદાર આંદોલન વખતે વિસનગરના ધારાસભ્યની ઓફિસ પર હુમલો કરવાની ઘટનાને લઈને હાર્દિકને મહેસાણાથી તડીપારનો આદેશ કરાયો છે. હાલ હાર્દિક જામીન પર બહાર છે.

હાર્દિક પટેલની મહેસાણામાં જવાની અરજીનો વિરોધ કરતાં રાજ્ય સરકારે હાર્દિક સામે ભુતકાળમાં નોંધાયેલી 17 જેટલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. હાર્દિકની વિરુદ્ધના ગુનાની એફિડેવિટ ફાઈલ કરીને વિસનગરના Dyspએ હાર્દિકની હાજરીના લીધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે તેવી શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે હાર્દિકની સામે પાટીદાર આંદોલન વખતેની 537 જેટલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે મહેસાણામાં હાર્દિક પટેલ વિરુદ્ધ 79 એફઆઈઆર નોંધાયેલ છે. રાજ્ય સરકારના વિરોધ સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં શરતોમાં રાહત સાથે પ્રવેશ આપવા અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે અને તે પછી તે પોતાના કુળદેવીના દર્શન માટે મહેસાણા જવા ઈચ્છે. ગુજરાત હાઈકોર્ટ હાર્દિક પટેલની આ અરજી પર 28મી જાન્યુઆરીના રોજ પોતાનો નિર્ણય આપશે.

[yop_poll id=807]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati