વારાણસીના આંટા-ફેરા કેમ કરી રહ્યો છે હાર્દિક પટેલ ? શું ઇરાદો છે હાર્દિકનો ? PM મોદીને પડકારવાની તૈયારીમાં છે આ પાટીદાર નેતા ?

વારાણસીના આંટા-ફેરા કેમ કરી રહ્યો છે હાર્દિક પટેલ ? શું ઇરાદો છે હાર્દિકનો ? PM મોદીને પડકારવાની તૈયારીમાં છે આ પાટીદાર નેતા ?


ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ શું લોકસભા ચૂંટણી 2019માં ઝુકાવાનો છે ? અને જો હા, તો શું તે કોઈ હૉટ સીટને પસંદ કરશે ? આ હૉટ સીટ કઈ હશે ?

સવાલો અનેક છે, પણ હાર્દિક પટેલ હજી કંઈ ફોડ પાડવા તૈયાર નથી. જોકે હાર્દિક પટેલ વારાણસીના આંટા ફેરા મારી રહ્યો છે અને તેનાથી સહેજે અંદાજ લગાવી શકાય કે કદાચ હાર્દિક પટેલ પીએમ મોદીને પડકારવાની તૈયારી કરી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિકના વારાણસી પ્રવાસોના કારણે ચર્ચાઓ અને અટકળોને વેગ મળી રહ્યો છે કે તે આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશના વારાણસીથી અપક્ષ તરીકે લડી શકે છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વારાણસીના સાંસદ છે અને શક્યતા છે કે મોદી ફરીથી વારાણસીથી જ ચૂંટણી લડવાના છે.

આ બાજુ હાર્દિક પટેલને જુલાઈ-2018માં 25 વર્ષ પૂરા થઈ જતાં હવે તે ચૂંટણી લડવાને પાત્ર બની ગયો છે.

આ પણ વાંચો : મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી છવાઈ જનાર ગુજરાતી એક્ટર છે 3 વર્ષથી લાપતા, નથી ઘરનાઓને જાણ કે નથી પોલીસને કોઈ ખબર

દરમિયાન હાર્દિક પટેલ ગત શુક્રવારે જ વારાણસીની મુલાકાતે પહોંચ્યો હતો. એક મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે સ્પષ્ટ કર્યું કે વારાણસીથી ચૂંટણી લડવા અંગે હજી સુધી તેણે કોઈ નિર્ણય લીધો નથી.
હાર્દિક પટેલે કહ્યું,

‘મેં ચૂંટણી લડવા અંગે કોઈી નિર્ણય લીધો નથી. મારું ધ્યાન અત્યારે માત્ર મારા સમાજના હક માટે લડવા પર છે. જો મારો સમાજ મને ચૂંટણી લડવા કહેશે, તો હું તેના પર વિચાર કરીશ. વારાણસીમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી. દેશની જનતામાં વડાપ્રધાન પ્રત્યે રોષ છે. લોકો પોતે લૂંટાયા હોવાનું અનુભવી રહ્યાં છે. એટલા માટે સત્તા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.’

હાર્દિક પટેલના નજીકના લોકોનું કહેવું છે કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ હાર્દિક પટેલના સંપર્કમાં છે. હાર્દિક પટેલે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો હતો. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે હાર્દિક પટેલ વારાણસીથી ચૂંટણી લડશે કે નહીં અને જો લડશે, તો કોઈ પક્ષ કે કોઈ ગઠબંધનના ઉમેદવાર તરીકે કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે.

આ પણ વાંચો : 14 જાન્યુઆરીએ નથી ઉત્તરાયણ : તમારા દાદાએ જોયો હોય તેવા દુર્લભ મહાસંયોગના તમે બનશો સાક્ષી, પણ આ એક મહિનાનો મહાસંયોગ તમને ફળશે કે નડશે ? જાણવા માટે CLICK કરો

હાર્દિક પટેલના સહયોગીઓના કહેવા પ્રમાણે હાલ તો હાર્દિક પટેલે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જોકે વિપક્ષી પાર્ટીઓના સમર્થન બાદ તે આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. શક્યતા એવી પણ છે કે જો હાર્દિક પટેલ વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડે, તો અન્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર મેદાનમાં નહીં ઉતારે.

[yop_poll id=586]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati