પાકિસ્તાનની સાથે 57 મુસ્લિમ દેશ પણ કાશ્મીર મુદ્દે કેમ કંઈ નથી બોલી રહ્યાં?, આ છે મોટું કારણ

ભારતે જ્યારથી કલમ 370ને હટાવી છે ત્યારથી પાકિસ્તાન એવા પ્રયત્નો કરી રહ્યું છે કોઈ તેમના પક્ષમાં આવીને આવીને વાત મુકે. આ બાજુ પાકિસ્તાને મુસ્લિમ સમુદ્દાય સંગઠનમાં પણ પોતાના મુદ્દો ઉઠાવ્યો પણ તેમાં પણ પાકિસ્તાનને કોઈ ખાસ સહકાર મળી શક્યો નહીં. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? […]

પાકિસ્તાનની સાથે 57 મુસ્લિમ દેશ પણ કાશ્મીર મુદ્દે કેમ કંઈ નથી બોલી રહ્યાં?, આ છે મોટું કારણ
Follow Us:
| Updated on: Aug 12, 2019 | 12:38 PM

ભારતે જ્યારથી કલમ 370ને હટાવી છે ત્યારથી પાકિસ્તાન એવા પ્રયત્નો કરી રહ્યું છે કોઈ તેમના પક્ષમાં આવીને આવીને વાત મુકે. આ બાજુ પાકિસ્તાને મુસ્લિમ સમુદ્દાય સંગઠનમાં પણ પોતાના મુદ્દો ઉઠાવ્યો પણ તેમાં પણ પાકિસ્તાનને કોઈ ખાસ સહકાર મળી શક્યો નહીં.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો મુસ્લિમ બહુમતિ ધરાવતા 57 દેશો પાકિસ્તાનનો સાથ કેમ નથી આપી રહ્યાં? પાકિસ્તાનનો પક્ષ હંમેશા કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે રાખતું આવ્યું હોય તો તે ચીન છે. આ વખતે એવું થયું કે કાશ્મીર મુદ્દે ચીને પોતાના હાથ અધ્ધર કરી દીધા. ચીનને ભારતે જે રીતે લદ્દાખને સંઘ પ્રદેશ જાહેર કર્યો તેનાથી વાંધો આવ્યો પણ કાશ્મીર મુદ્દે ચીન શાંત રહ્યું. ચીને વાટાઘાટાથી આ મામલો થાળે પાડવાની વાત કરી.

પાકિસ્તાનને રશિયાએ પણ ફટકો આપી દીધો તો ફ્રાંસ અને બ્રિટન પણ પાકિસ્તાનની પડખે આ મુદ્દા પર ન આવ્યા. પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું એટલે તેમને મુસ્લિમ દેશો યાદ આવ્યા. પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને ઓઆઈસી એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનમાં લઈને ગયું. આ 57 મુસ્લિમ દેશોનું સંગઠન છે અને તે વિશ્વમાં મુસ્લિમના હિતો માટે કામ કરે છે.

આ પણ વાંચો:   ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

પાકિસ્તાનની ફરીયાદ મુદ્દે મળેલી ઓઆઈસીની મીટિંગ

પાકિસ્તાન આ મુદ્દાને લઈને ઓઆઈસમાં ગયું તો ખરા પણ તેને કોઈ ખાસ એવું સમર્થન મળી શક્યું નહીં. મુસ્લિમ દેશોના આ સંગઠને પાકિસ્તાનના મુદ્દાને સાંભળ્યો તો ખરા પણ એવું કહી દીધું કે અમે જમ્મુ કાશ્મીરના માનવ અધિકારોનું જે હનન થઈ રહ્યું છે તેની નિંદા કરીએ છીએ. આ મામલે ભારત પાકિસ્તાન વાતચીત કરીને આગળ વધવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતની વિરોધમાં આ દેશ નથી બોલી રહ્યાં કારણ કે તેઓ જાણે છે કે ભારતમાં પણ મુસ્લિમો રહે છે. ભારતે અનેક વખત હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતની વિદેશનીતિ હંમેશા ઈઝરાયલની વિરોધમાં અને ફિલિસ્તાના પક્ષમાં રહી છે. જો કે ભારતના ઈઝરાયલ સાથેના પણ સંબંધોમાં સુધાર આવ્યો છે. મુસ્લિમ દેશોએ કોઈપણ વિરોધી સ્ટેટમેન્ટ આપતાં પહેલાં વિચાર્યું હશે કે ભારતની સાથે તેમનો વેપાર કેવો છે. કારણ કે પાકિસ્તાનની આર્થિક રીતે તો કમર તૂટી ગઈ છે. ચીન પાસેથી ઉધાર લઈને પાકિસ્તાન જીવી રહ્યું છે. ભારતની સાથે કોઈપણ વિવાદમાં ઉતરીને આર્થિક નુકસાન એક પાકિસ્તાનના લીધે કોઈ દેશ ઈચ્છતો નથી. આમ ભલે પાકિસ્તાને બધે જઈને તેમની સાથે અન્યાયનો રાગ આલાપ્યો પણ કોઈએ તેનો સાથ આપ્યો નહીં.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">