કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

સંયૂક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ‘રાઈટ ટૂ રિપ્લાઈ’નો ઉપયોગ કરીને UNમાં વિદેશ મંત્રાલયના પ્રથમ સેક્રેટરી વિદિશા મૈત્રાએ ભારતનો પક્ષ રાખ્યો. વિદિશા મૈત્રાએ કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલુ હતુ. તેમને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને સંયૂક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે. કોણ છે IFS વિદિશા મૈત્રા? […]

કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને 'રાઈટ ટૂ રિપ્લાઈ' દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 4:46 AM

સંયૂક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ‘રાઈટ ટૂ રિપ્લાઈ’નો ઉપયોગ કરીને UNમાં વિદેશ મંત્રાલયના પ્રથમ સેક્રેટરી વિદિશા મૈત્રાએ ભારતનો પક્ષ રાખ્યો. વિદિશા મૈત્રાએ કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલુ હતુ. તેમને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને સંયૂક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે.

કોણ છે IFS વિદિશા મૈત્રા?

વિદિશા મૈત્રા ભારતીય વિદેશ સેવા (IFS)ના 2009ની બેંચના અધિકારી છે. તેમને 2008માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. પુરા દેશમાં તેમનો 39મો રેન્ક હતો. 2009માં તેમને વિદેશ મંત્રાયલમાં ‘બેસ્ટ ઓફિસર ટ્રેઈની’નું ગોલ્ડ મેડલ મળ્યુ હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે UNમાં ભારતીય મિશનના સૌથી જૂનિયર સભ્ય છે. પ્રથમ સચિવ તરીકે વિદિશા મૈત્રા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ માટે જવાબદાર છે. તે યુ.એન.માં સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ, સિક્યુરિટી કાઉન્સિલથી સંબંધિત બાબતો સંભાળે છે. તે સિવાય સ્પેશિયલ પોલિટિકલ મિશનમાં પણ વિદિશા મૈત્રાની મુખ્ય ભૂમિકા રહે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગઠબંધન વગરના દેશો સાથે કો-ઓર્ડિનેટ સિવાય વિદિશા મૈત્રા પર શાંઘાઈ સહકાર સંસ્થા (SCO)ની પણ જવાબદારી છે. યૂનિવર્સિટી/કોલેજની સાથે કો-ઓર્ડિનેટ કરવાની પણ તેમની જોબ પ્રોફાઈલનો ભાગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

UNમાં ‘રાઈટ ટુ રિપ્લાઈ’ હેઠળ વિદિશા મૈત્રાએ પુછ્યુ કે શું પાકિસ્તાન આ વાતને માનશે કે તે દુનિયાની એક સરકાર છે, જે UNમાં લિસ્ટેડ વ્યક્તિને પેન્શન આપે છે? વિદિશા મૈત્રાએ ઈમરાન ખાનને ભારતના આંતરિક મુદ્દાઓથી દુર રહેવાની સૂચનાઓ આપી. તેમને કહ્યું ભારતના નાગરિકોને બીજા કોઈની જરૂર નથી જે તેમની તરફથી બોલે, તેમની તો બિલકુલ જરૂર નથી, જેમને નફરતની વિચારધારાથી આતંકવાદની ઈન્ડસ્ટ્રી બનાવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">