રાહુલ ગાંધીએ ટ્વિટર પર પુલવામા હુમલાને લઈ ઉઠાવ્યા સવાલ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી વિવાદ છેડ્યો છે. તેમણે પુલવામા હુમલાની વરસીએ જ સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ હુમલાની તપાસનું તારણ શું નીકળ્યું? પુલવામા આતંકી હુમલાની પહેલી વર્ષગાંઠ પર દેશ આજે શહીદ સૈનિકોને યાદ કરી રહ્યો છે.   Web Stories View […]

રાહુલ ગાંધીએ ટ્વિટર પર પુલવામા હુમલાને લઈ ઉઠાવ્યા સવાલ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 8:18 AM

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી વિવાદ છેડ્યો છે. તેમણે પુલવામા હુમલાની વરસીએ જ સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ હુમલાની તપાસનું તારણ શું નીકળ્યું? પુલવામા આતંકી હુમલાની પહેલી વર્ષગાંઠ પર દેશ આજે શહીદ સૈનિકોને યાદ કરી રહ્યો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જે નિમિત્તે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે અત્યાર સુધી થયેલા હુમલાની તપાસનું શું થયું? છેવટે, આમાંથી કોને ફાયદો થયો? રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસ નેતાએ લખ્યું કે, આજે જ્યારે આપણે પુલવામાના 40 શહીદોને યાદ કરી રહ્યા છીએ, ત્યારે આપણે પૂછવું જોઈએ કે પુલવામા આતંકી હુમલાથી કોને સૌથી વધુ ફાયદો થયો? પુલવામા આતંકી હુમલાને લગતી તપાસમાં શું બહાર આવ્યું? સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી નક્કી કરવામાં આવી?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે રાહુલ ગાંધીના આ સવાલો સાથેના ટ્વીટ બાદ રાજકીય વિવાદ વકર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના નિવેદનને શરમજનક ગણાવ્યું. તેમણે કહ્યું કે ગાંધી પરિવારને દરેક વાતમાં ફાયદો દેખાય છે. તેમણે માગ કરી છે કે રાહુલ દેશની માફી માગે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ‘દેશ તમારી શહાદતને ભૂલશે નહીં’, પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">