જાણો, સૂર્ય ઉર્જામાંથી ગુજરાતના ક્યાં જિલ્લાના ખેડૂતો સૌથી વધુ રૂપિયા કમાઈ રહ્યા છે ? કેવી રીતે ?

જાણો, સૂર્ય ઉર્જામાંથી ગુજરાતના ક્યાં જિલ્લાના ખેડૂતો સૌથી વધુ રૂપિયા કમાઈ રહ્યા છે ? કેવી રીતે ?

સૂર્યમાંથી પેદા થતી ઉર્જામાંથી ક્યારેય કોઈને આવક પ્રાપ્ત થઇ શકે ? કદાચ આ વાત સાંભળી આપને નવાઈ જરૂર લાગશે, પણ વાત એકદમ સાચી છે. ચરોતરના ખેડૂતો હવે સૂર્ય ઉર્જામાંથી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. જે સમગ્ર દુનિયામાં માત્ર ગુજરાતમાં જ શક્ય બન્યું છે. સાથે સાથે ચરોતરનો ખેડૂત પોતાના ખેતરોમાં રાત્રીના સમયે નહી, પણ દિવસ દરમિયાન ઇરીગેશનની કામગીરી કરી રહ્યો છે

રાજ્યના મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં, વીજ પુરવઠો રાત્રીના સમયે આવતો હોવાથી, ખેતરોમાં ઇરીગેશનની કામગીરી રાત્રી દરમિયાન કરવી પડે છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું , વીજ કંપનીઓ ખેતરોમાં વીજ પુરવઠો રાત્રીના સમયે આપતા હોવાથી, ખેડૂતોને મને કે ક મને પણ રાત્રીના સમયે પોતાના ખેતરોમાં કામ કરવા જવું પડે છે. પણ આ વાત આણંદ જીલ્લાના સોજીત્રા પંથકના ખેડૂતોને લાગુ પડતી નથી. અને તેનું કારણ છે સૂર્ય ઉર્જા …જી હા ચરોતરના નાનકડા ગામ સોજીત્રાના પ્રયોગશીલ ખેડૂત આગેવાનની દીર્ઘ દ્રષ્ટીને કારણે, સોજીત્રા પંથકના ખેડૂતોને વીજ કંપનીઓ દિવસ દરમિયાન વીજળી પુરવઠો પૂરો પાડે છે , જેમાં પેટલાદ સોજીત્રા સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવવામાં આવી છે. જેમાં ૧૮ ગામના ૩૮૮ ખેડૂતોએ આ મંડળી થકી સરકારી સ્કાય યોજનાનો લાભ લીધો છે

સામાન્ય રીતે ખેડૂતોના હિત અને ખેડૂતોને જુદા જુદા લાભ મળી રહે તે માટે દૂધ મંડળી ,ખાતર મંડળી ,માલ ખરીદવા માટે એપીએમસી કાર્યરત હોય છે જેના થકી ખેડૂતોને જુદા જુદા યોજનાઓ અને લાભો મળતા હોય છે પણ પેટલાદ સોજીત્રા પંથકના ૩૮૮ ખેડૂતોની સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં ખેડૂતો પોતાના ખેતરોમાં સોલાર પેનલ થી વીજળી તો ઉત્પાદન કરે છે સાથે સાથે ઉત્પાદન થયેલ વીજળીને વીજ કંપનીઓને વેચે પણ છે અને તેમાંથી પણ આવક પ્રાપ્ત કરે છે .

સ્કાય યોજનામાં લાભ લેનાર ખેડૂતોના ખેતરોમાં સોલાર પેનલથી ઉત્પાદન થયેલ વીજળી જો ખેડૂત વીજ કંપનીમાં જમા કરાવે તો પ્રતિ યુનિટના ૩.૫૦ રૂપિયા સરકાર અને ૩.૫૦ રૂપિયા વીજ કંપની ધ્વરા આપવામાં આવે છે જેથી પ્રતિ યુનિટના ૭ રૂપિયા ખેડૂતને મળે છે જે સાત વર્ષ સુધી મળનાર છે ત્યાર બાદ ૧૮ વર્ષ સુધી વીજ કંપની ખેડૂતને પ્રતિ યુનિટના ૩.૫૦ રૂપિયા આપનાર છે અને આની માટે સૌર ઉર્જા ઉત્પાદક મંડળી સાથે ૨૫ વર્ષના કરાર mgvcl ધ્વરા કરવામાં આવ્યા છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati