સ્વજનના મૃત્યુ બાદ તેમના PAN અને Aadhaar કાર્ડનું શું કરવું? જાણો આ બાબત નહિતર ઉભી થશે મુશ્કેલી

જ્યાં સુધી ઇન્કમટેક્સ રિટર્નની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સાચવીને રાખો. આધાર એક યુનિક નંબર છે, તેથી આ નંબર અન્ય કોઈને આપી શકાય નહીં.

સ્વજનના મૃત્યુ બાદ તેમના PAN અને Aadhaar કાર્ડનું શું કરવું? જાણો આ બાબત નહિતર ઉભી થશે મુશ્કેલી
What to do with PAN and Aadhaar card after someone's death Know complete information
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:50 PM

પાન કાર્ડ (PAN) અને આધાર કાર્ડ (Aadhaar)ને ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં ગણવામાં આવે છે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે, અથવા ચકાસણી માટે, ફક્ત પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી છે. ખાતું ખોલવા, ઓળખનો પુરાવો આપવા, વ્યવસાય શરૂ કરવા માટે, ઓફિસમાં જોડાતી વખતે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની સૌથી વધુ જરૂર પડે છે, તે ફક્ત પાન કાર્ડ અને આધાર કાર્ડ છે.

જો તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ ખોવાઈ ગયા હોય અથવા તેનો દુરુપયોગ થાય તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તેથી આવા દસ્તાવેજો વિશેની માહિતી કોઈને ક્યારેય આપવી જોઈએ નહીં. પણ જો જીવતા વ્યક્તિના આ દસ્તાવેજનો દુરુપયોગ થાય છે, તો મૃત વ્યક્તિના આ દસ્તાવેજોના દુરુપયોગની વાત જ શું કરવી. તો આજે અમે તમને જણાવીશું કે કોઈના મૃત્યુ પછી પાન કાર્ડ અને આધાર કાર્ડનું શું કરવું જોઈએ.

કોઈના મૃત્યુ બાદ PAN કાર્ડનું શું કરવું? ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે PAN કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં, બેંક એકાઉન્ટથી ડીમેટ સહિત દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી જ્યાં સુધી કોઈ મૃતકની આવકવેરા રિટર્નની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સાચવીને રાખો અને મૃતકના ટેક્સ રિટર્નનું રિફંડ ખાતામાં આવતાની સાથે જ ડિપાર્ટમેન્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ PAN એકાઉન્ટ બંધ કરવા માટે તમે આવકવેરા વિભાગમાં જમા કરી શકો છો. પરંતુ આ માટે પણ મૃતકના કાયદાકીય વારસદાર જ આવકવેરા વિભાગમાં જમા કરાવી શકે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પાન કાર્ડ જમા કરતા પહેલા આ કામ કરો મૃત વ્યક્તિનું પાનકાર્ડ જમા કરતા પહેલા, તે સૌથી મહત્વપૂર્ણ છે કે મૃતકના તમામ ખાતા અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવે અથવા તેને બંધ પણ કરી શકાય. આવકવેરા વિભાગ પાસે પણ અધિકાર છે કે, તે ચાર વર્ષનું એસેસમેન્ટ ફરીથી ખોલી શકે છે. તેથી, જો મૃતકનું કોઈપણ ટેક્સ રિફંડ બાકી છે કે નહી તે પાનકાર્ડ જમા કરાવતા પહેલા તપાસો.

આ રીતે PAN કાર્ડ જમા કરાવો જો તમને લાગે કે તમને ભવિષ્યમાં મૃતક વ્યક્તિના પાનકાર્ડની જરૂર પડેશે, તો આવી સ્થિતિમાં જરૂરી નથી કે તમારે મૃત વ્યક્તિનું પાન કાર્ડ જમા કરવું જોઈએ. તેથી તમે તેને તમારી સાથે પણ રાખી શકો છો. પરંતુ જો તમારે તેનું કોઈ કામ નથી તો તેને બંધ કરવું વધુ સારું છે, કારણ કે આ દસ્તાવેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જો આ દસ્તાવેજ ખોટા હાથમાં આવે છે, તો તેનો દુરુપયોગ થઈ શકે છે.

જો તમે પાનકાર્ડને બંધ કરાવવા માંગતા હોવ તો મૃતકના કાયદેસરના વારસદારે આકારણી અધિકારીને PAN કાર્ડ જમા કરવા માટે અરજી આપવી પડશે. અરજીમાં મૃતકનું નામ, પાન કાર્ડ નંબર, જન્મ તારીખ અને સાથે મૃત્યુનું પ્રમાણપત્ર જોડવું જરૂરી છે.

મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું? એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. આ ઉપરાંત, તેને તમારા ઓળખકાર્ડ તરીકે પણ જોવામાં આવે છે. કોઈપણ યોજનાનો લાભ લેવા માટે, LPG ગેસ સબસિડી, કિસાન સન્માન નિધિ સહિત ઘણી સરકારી યોજનાઓ છે, જેના માટે આધાર જરૂરી છે. પરંતુ હજુ સુધી મૃત્યુ પછી આધાર બંધ કરાવવાનો કોઈ રસ્તો જણાવવામાં આવ્યો નથી.

આધાર એક યુનિક નંબર છે, તેથી આ નંબર અન્ય કોઈને આપી શકાય નહીં. આ બંને દસ્તાવેજો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો તેઓ ખોવાઈ જાય છે, તો મૃતકના પરિવારને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તેથી તમે PAN કાર્ડ જમા કરી શકો છો. જ્યારે હાલમાં આધારને નિષ્ક્રિય કરવાનો કોઈ રસ્તો નથી. તેથી તમે તેને સારી જગ્યાએ સાચવને રાખી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">