VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

ઈન્ડિયન આર્મીમાં કમાન્ડો બનવા માટે પહેલાં સેનામાં એન્ટ્રી લેવી જરુરી છે. કમાન્ડો એ ઈન્ડિયન આર્મીની પ્રતિષ્ઠિત ફોર્સ માનવામાં આવે છે. કમાન્ડો ભારતની ત્રણેય પાંખમાંથી બની શકાય છે. જે સૈનિક ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સમાં હોય તે પણ કમાન્ડો બની શકે છે. કમાન્ડોને ભારતમાં સ્પેશિયલ ઓપરેશન વખતે ઉતારવામાં આવે છે. Web Stories View more Nita Ambani […]

VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 2:05 PM

ઈન્ડિયન આર્મીમાં કમાન્ડો બનવા માટે પહેલાં સેનામાં એન્ટ્રી લેવી જરુરી છે. કમાન્ડો એ ઈન્ડિયન આર્મીની પ્રતિષ્ઠિત ફોર્સ માનવામાં આવે છે. કમાન્ડો ભારતની ત્રણેય પાંખમાંથી બની શકાય છે. જે સૈનિક ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સમાં હોય તે પણ કમાન્ડો બની શકે છે. કમાન્ડોને ભારતમાં સ્પેશિયલ ઓપરેશન વખતે ઉતારવામાં આવે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમાન્ડો બનવા માટે ભારતીય આર્મી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. કોઈપણ સેનામાં જોડાયેલ સૈનિક પણ કમાન્ડોની 6 મહિનાની તાલીમ માટે એપ્લાય કરી શકે છે. આ આકરી તાલીમ પુરી કર્યા બાદ જ કમાન્ડો બની શકાય છે. ટ્રેનિંગ સ્પેશિયલ ફોર્સ રેજિમેન્ટ દ્વારા આપવામાં આવતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધો.12 બાદ ઈન્ડિયન આર્મીમાં જોડાઈ શકાય છે. તેમાં ખાસ કરીને આર્મી, મિલિટ્રી, નેવી, ટેક્નીકલ એન્ટ્રી વગેરે વિભાગોમાં ભરતી પ્રક્રિયા યોજવામાં આવે છે. સેનામાં ધો.12 સાયન્સ પછી જોડાવા માટે નેશનલ ડિફેન્સ એકેડેમીની પરિક્ષા પાસ કરવી જરુરી છે. આ પરિક્ષા યુએપીએસસી દ્વારા વર્ષમાં બે વાર લેવામાં આવે છે.

આ પણ વાંચો:  CBIમાં ઓફિસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસથી લઈને પરિક્ષા સુધીની તમામ માહિતી

આ પરિક્ષા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની તો વધારેમાં વધારે ઉંમર 23 વર્ષની હોવી જોઈએ. આની સાથે વજન, ઉંચાઈ વગેરે આર્મીના નક્કી કરેલા માપદંડો પર પણ ખરું ઉતરવું જરુરી છે. કમાન્ડોની ટ્રેનિંગ આર્મીની ચાલુ નોકરીમાં જ લઈ શકાય છે. ઉમેદવાર પરિણિત ના હોવા જોઈએ તો જ કમાન્ડોની ટ્રેનિંગ લઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">