જાણો શું છે જીનીવા સંધિ? સંધિ મુજબ ભારત-પાકિસ્તાન યુદ્ધકેદી સૈનિકો સાથે શું કરી શકે છે અને શું નથી કરી શકતાં?

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને તેના બાદ પકડાયેલાં કેદીઓના અધિકારને લઈને જીનીવા સંધિ કરવામાં આવી. જીનીવા સંધિનો ઉદભવ જીનીવા કોન્વેશનમાંથી થયો હતો. જીનીવા સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે માનવતાના મૂલ્યોને જાળવી રાખવાનો છે. માનવતાના આ ધોરણોને નક્કી કરવા માટે પહેલી સંધિ 1864માં કરવામાં આવી. ત્યારબાદ બીજી અને ત્રીજી અનુક્રમે 1906 અને 1929માં કરવામાં આવી હતી. 1949ના […]

જાણો શું છે જીનીવા સંધિ? સંધિ મુજબ ભારત-પાકિસ્તાન યુદ્ધકેદી સૈનિકો સાથે શું કરી શકે છે અને શું નથી કરી શકતાં?
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 3:47 PM

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને તેના બાદ પકડાયેલાં કેદીઓના અધિકારને લઈને જીનીવા સંધિ કરવામાં આવી. જીનીવા સંધિનો ઉદભવ જીનીવા કોન્વેશનમાંથી થયો હતો.

જીનીવા સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે માનવતાના મૂલ્યોને જાળવી રાખવાનો છે. માનવતાના આ ધોરણોને નક્કી કરવા માટે પહેલી સંધિ 1864માં કરવામાં આવી. ત્યારબાદ બીજી અને ત્રીજી અનુક્રમે 1906 અને 1929માં કરવામાં આવી હતી. 1949ના વર્ષમાં 194 દેશ સાથે મળ્યાં અને ચોથી સંધિ પર હસ્તાક્ષર કર્યાં. ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસના મુજબ જીનિવા સમજોતામાં યુદ્ધ સમયે પકડાયેલાં સૈનિકો અને ઘાયલ સૈનિકોની સાથે કેવો વર્તાવ કરવો તેને લઈને નિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે. આ સંધિમાં મુખ્યત્વે યુદ્ધકેદીઓના કેટલાં અધિકારો તેના વિશે વાત કરવામાં આવી છે. આ કરારમાં ઘાયલોની ઉચિત ઉપચારની નોંધ કરાઈ છે. સામાન્ય જનતાની સુરક્ષાને લઈને પણ આ સંધિમાં નિર્દેશો આપવામાં આવ્યાં છે.

જીનીવા કરારના મુખ્ય-મુદ્દાઓ-

1. ઘાયલ સૈનિકોની યોગ્ય સારવાર અને દેખરેખ કરવામાં આવે. 2. સંધિ મુજબ તેમણે ખાવા-પીવા સહિત તમામ જરુરિયાતની વસ્તુઓ આપવામાં આવે. 3. આ સંધિ મુજબ કોઈપણ યુદ્ધ કેદી સાથે અમાનવીય વર્તાવ કરી શકાશે નહીં. 4. કોઈપણ દેશનો સૈનિક જ્યારે પણ પકડાઈ જાય ત્યારે તરત જ તેની પર આ સંધિ લાગૂ પડી જાય છે ભલે એ સ્ત્રી કે હોય કે પુરુષ. 5. યુદ્ધબંદીને કોઈપણ રીતે ધમકાવી શકાતો નથી. 6.યુદ્ધકેદીની જાતિ, ધર્મ, જન્મ વગેરે બાબતોને લઈને પ્રશ્નો કરી શકાતા નથી.

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">