ભારતમાં કોરોનાની સુનામી લાવનાર ડબલ મ્યુટન્ટ વાયરસ શુ છે ?

ભારતમાં જોવા મળેલા ડબલ મ્યુટન્ટ ( Double mutant ) વાયરસને પગલે વિશ્વના અનેક દેશોએ, ભારતીયોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદયો છે. તો કેટલાય એવા દેશ છે જેમણે તેમના નાગરિકોને ભારતનો પ્રવાસ કરવાનુ ટાળવા સલાહ આપી છે.

ભારતમાં કોરોનાની સુનામી લાવનાર ડબલ મ્યુટન્ટ વાયરસ શુ છે ?
કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 9:32 AM

ભારતમાં બેકાબુ બનેલા કોરોના માટે ડબલ મ્યુટન્ટ ( Double mutant ) વાયરસને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં આ નવા વોરિયન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બ્રિટેન સહીત વિશ્વના અનેક દેશોએ, ડબલ મ્યુટન્ટ વાયરસના કારણે ભારતને રેડઝોનમાં મૂક્યુ છે. જેના કારણે હવે ભારતીયોને તે દેશમાં પ્રવેશ ઉપર પાબંધી ફરમાવી છે. ભારતમાં જોવા મળેલ ડબલ મ્યુટન્ટ પ્રકારનો વાયરસ વિશ્વના 10 દેશમાં જોવા મળ્યો છે.

ડબલ મ્યુટન્ટ વાયરસ શું છે? આ પ્રકારના વાયરસને વૈજ્ઞાનિક રૂપે B.1.617 નામ આપવામાં આવ્યું છે, જેમાં બે પ્રકારનાં મ્યુટેશંસ છે – E484Q અને L452R મ્યુટેશંસ. સરળ ભાષામાં કહીએ તો, આ વાયરસનો એવો એક પ્રકાર છે, જેનો જીનોમ બે વાર બદલાઈ ગયો છે. જો કે, વાયરસના જિનોમિક પ્રકારોમાં ફેરફાર થવો એ સામાન્ય છે. લાંબા સમય સુધી વાયરસ પોતાને અસરકારક રાખવા માટે તેમના આનુવંશિક બંધારણને સતત બદલતા રહે છે. જેથી તેમનો નાશ ન થઈ શકે. ડબલ મ્યુટન્ટ ત્યારે થાય છે જ્યારે એ જ વાયરસના બે મ્યુટન્ટ મળી આવે છે અને ત્રીજો સ્ટ્રેન રચાય છે. ભારતમાં મળી આવેલા ડબલ મ્યુટન્ટ વાયરસ E484Q અને L452R એ પ્રકારના વાયરસની અસરોથી બનેલા છે. L452R સ્ટ્રેન અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળે છે અને E484Q સ્ટ્રેન સ્વદેશી છે.

ડબલ મ્યુટન્ટનો પ્રથમ કેસ મહારાષ્ટ્રમાં દેશના ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ડબલ મ્યુટન્ટ વાયરસની ઓળખ કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ડબલ પરિવર્તન મહારાષ્ટ્રથી શરૂ થયું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશનો એવા રાજ્યોમાં સમાવેશ થાય છે, જ્યાં ડબલ મ્યુટન્ટ્સવાળા વાયરસ મળી આવ્યા છે. આ મ્યુટન્ટ્સ COVID-19 કેસોમાં ઝડપથી વધારો કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

કેમ ખતરનાક છે આ વાયરસ ? નવા મ્યુટેશન બે મ્યુટેશંસના જીનેટીક કોડ (E484Q અને L452R) માંથી છે. જ્યારે આ બંને મ્યુટેશંસના સંક્રમણનો દર વધુ છે. આ પહેલીવાર છે કે બંને મ્યુટેશન સાથે જોડાઈ ગયા હોવાથી તે વધુ ધાતક બન્યો છે. જેના કારણે આ વાયરસ અનેક ગણો વધુ ચેપી અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.

ડબલ મ્યુટન્ટ વાયરસ સામેની રસી કેટલી અસરકારક છે? ભારતમાં ઉપલબ્ધ કોરોના વેક્સિન, આ મ્યુટન્ટ સામે અસરકારક છે કે નહી તે તપાસનો વિષય છે. નવા મ્યુટન્ટ સામે વર્તમાન રસી કેટલી અસરકારક છે તેની તપાસ થઈ રહી છે. હાલ તો એવુ મનાઈ રહ્યુ છે કે, કોવાક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન આ નવા મ્યુટન્ટ સામે અસરકારક છે.

શરીરમાં વાયરલ ભાર વધે છે મ્યુટેશન પછી ઘણી વખત, વાયરસ પહેલા કરતાં નબળો પડી જાય છે. પરંતુ કેટલીકવાર મ્યુટેશનની આ પ્રક્રિયા વાયરસને એકદમ ખતરનાક બનાવે છે. આવી સ્થિતિમાં, જો વાયરસ આપણા શરીરના કોઈપણ કોષ પર હુમલો કરે છે, તો સેલ થોડા કલાકોમાં વાયરસની હજારો નકલો બનાવે છે. આનાથી શરીરમાં વાયરસનું ભારણ ઝડપથી વધે છે અને દર્દી ટૂંક સમયમાં રોગના નિર્ણાયક તબક્કે પહોંચે છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">