શું હોય છે CT Value અને કેમ ડૉક્ટર કહે છે CT Scan કરવા ? જાણો અહેવાલમાં

હાલમાં કોરોનાને ઓળખવા માટે બે જ રસ્તા છે. એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ અને બીજુ સીટી સ્કેન.

  • tv9 webdesk39
  • Published On - 15:43 PM, 1 May 2021
શું હોય છે CT Value અને કેમ ડૉક્ટર કહે છે CT Scan કરવા ? જાણો અહેવાલમાં
ફાઇલ ફોટો

આજે દેશમાં કોરોના વાયરસના કારણે ગંભીર પરિસ્થિતી ઉભી થઇ છે. રોજ કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ તમારા શરિરને ઘણી બધી રીતે પ્રભાવિત કરી શકે છે. જો તમને કોરોનાના કોઇ સંભવિત લક્ષણ હોય તો ડૉક્ટર તમને સીટી સ્કેન કરાવવા જણાવે છે. હાલમાં કોરોનાને ઓળખવા માટે બે જ રસ્તા છે. એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ અને બીજુ સીટી સ્કેન.

કેવી રીતે થાય છે આરટીપીસીઆર (RT PCR) ટેસ્ટ ?

આરટીપીસીઆર નો મતલબ છે રિવર્સ ટ્રાંસક્રિપ્શન પોલીમરેઝ ચેઇન રિએક્શન (Reverse transcription polymerase chain reaction). તે તમારા શરિરમાં વાયરસ છે કે નહી તે જાણવા ડીએનએમાં ચેન રિએક્શન કરવામાં આવે છે. જેના માટે વાયરસના જેનીટીક મટિરિયલને ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના એક આરએનએ વાયરસ છે.

સીટી સ્કોર (CT Score) અને સીટી વેલ્યૂ  (CT Value) કેવી રીતે નક્કી થાય છે ?

સીટી સ્કોરથી ખબર પડે છે કે તમારા ફેફસાંને કેટલુ નુક્શાન થયુ છે. જો આ સ્કોર વધારે છે તો તમારા ફેફસાંને નુક્શાન પણ વધુ થયુ છે. જો સ્કોર નોર્મલ હશે, તો તમારા ફેફસાંને કોઇ નુક્શાન નથી થયું. આ નંબરને કો રેડ્સ કહેવામાં આવે છે. જો કો રેડ્સ 1 છે તો બધુ નોર્મલ છે. જો 2 થી 4 વચ્ચે હોય તો હલકુ ઇન્ફેક્શન, 5 કે 6 હોય તો કોરોના હોવાનું માનવામાં આવે છે. જ્યારે સીટી વેલ્યૂ એટલે સાયકલ થ્રેશોલ્ડ, એક નંબર હોય છે. ICMR એ કોરોના વાયરસની પુષ્ટિ માટે આ આકડો 35 નિર્ધારિત કર્યો છે. એટલે કે 35ની અંદર આંકડો મળે તો તમે કોરોના પોઝીટિવ છો.

સીટી સ્કેન (CT Scan) શું છે અને કેવી રીતે કામ કરે છે ?

સીટી સ્કેનનો મતલબ છે કોઇ પણ વસ્તના નાના ભાગ કરીને તેનું અધ્યયન કરવું. કોરોનામાં ડૉક્ટર્સ એચ.આર.સી.ટી ચેસ્ટ એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ્ડ છાતીનું ટોમોગ્રાફી સ્કેન. આ પરીક્ષણ દ્વારા, ફેફસાંની 3 ડી ઇમેજ બનાવવામાં આવે છે. જે ફેફસાંમાં કોઇ સંક્રમણ છે કે નહી તેની માહિતી આપે છે.

દેશમાં કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે, વ્યક્તિને કોરોનાના લક્ષણ હોય પરંતુ એન્ટીજન કે આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય છે. તેવામાં ડૉક્ટર સીટી સ્કેન દ્વારા કોરોનાનું નિદાન કરતા હોય છે.