આગામી T20 લીગ ટુર્નામેન્ટ કયા યોજાશે ? તે બાબતે શુ કહ્યુ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ?

યુએઇમાં રમાઇ રહેલા ભારતીય ટી-20 લીગ 2020 હવે તેના આખરી પડાવ પર આવી ચુક્યો છે. 10, નવેમ્બરે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ રમાનારી છે. ભારતમાં વર્તમાન સમયમાં કોરોનાની કપરી સ્થિતીને ધ્યાને રાખીને ભારતને બદલે યુએઇમાં તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કોરોનાને લઇને ટુર્નામેન્ટ ઘણી જ મોડી શરુ થઇ હતી, જેના કારણે બીસીસીઆઇને આગળની સિઝન માટે પણ […]

આગામી T20 લીગ ટુર્નામેન્ટ કયા યોજાશે ? તે બાબતે શુ કહ્યુ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 08, 2020 | 3:10 PM

યુએઇમાં રમાઇ રહેલા ભારતીય ટી-20 લીગ 2020 હવે તેના આખરી પડાવ પર આવી ચુક્યો છે. 10, નવેમ્બરે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ રમાનારી છે. ભારતમાં વર્તમાન સમયમાં કોરોનાની કપરી સ્થિતીને ધ્યાને રાખીને ભારતને બદલે યુએઇમાં તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કોરોનાને લઇને ટુર્નામેન્ટ ઘણી જ મોડી શરુ થઇ હતી, જેના કારણે બીસીસીઆઇને આગળની સિઝન માટે પણ પુરતો સમય મળી શક્યો નથી. જોકે આગામી વર્ષ 2021 ની સિઝન માટેના આયોજનોને લઇને હવે ફરી થી અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમ્યાન જ બીસીસીઆઇ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કન્ફર્મ કરતા જણાવ્યુ છે, કે આગળના વર્ષની ટુર્મનામેન્ટનુ આયોજન ભારતમાં કરી શકાય એમ છે.

એક સમાચાર મેગેઝીન સાથે વાત કરવા દરમ્યાન તેમણે કહ્યુ હતુ કે, અમે આયોજન કરવાને લઇને આ માટે ના સ્થળને પણ પસંદ કરી લીધા છે. જ્યાં અમે રણજી ટ્રોફી ના માટે જૈવિક રુપ થી સુરક્ષિત વાતાવરણ નુ નિર્માણ કરી શકીએ છીએ. જોકે જ્યાં સુધી રાજ્ય અને સંઘો ની સાથે આ અંગે વાતચીત પુર્ણ ના થઇ જાય ત્યાં સુધી આ બાબતે કોઇ જ ઘોષણા કરવામાં નહી આવી શકે. સૌરવ ગાંગુલીને સાથે જ વિશ્વાસ છે કે, ભારતમાં ઇંગ્લેન્ડની ટીમની સફળતા પુર્વક યજમાની પણ કરી શકશે. તેમણે કહ્યુ હતુ કે અમે ઇંગ્લેન્ડ ની સામે સીરીઝનુ ભારતમાં આયોજન કરવાના છીએ. હું આપને આશ્વત કરી શકુ છુ કે, ઇંગ્લેન્ડના તરફ થી કોઇ જ આશંકાઓ પણ નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બતાવી દઇએ કે, કોરોના કાળમાં બીસીસીઆઇ દ્રારા યુએઇમાં ટી-20 લીગ 2020 નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જે તેની મુખ્ય ઉપ્લબ્ધીઓ પૈકીની એક છે. એક સમયે જ્યારે કોઇને પણ આશાઓ નહોતી કે કોરોના ના કપરા સમયની સ્થિતીમાં લીગનુ આયોજન સંભવ બની શકે. જોકે આમ છતાં પણ બીસીસીઆઇ એ આ પડકારને ઝીલીની સિઝનને અતુટ રાખવામાં સફળતા દાખવી. આ અંગે પણ વાત કરતા ગાંગુલી એ કહ્યુ હતુ કે, મને એ વાતની ખુશી છે કે ટી-20 લીગમાં સમસ્યાઓના વચ્ચે ક્વોલીટી ક્રિકિટ રમાઇ હતી. આ દરમ્યાન તેમણે એ પણ કહ્યુ હતુ કે દુનિયાની અન્ય ટી-20 લીગનુ પણ અમે સન્માન કરી એ છીએ. ટી-20 લીગની સફળતા માટે ગાંગુલીએ દર્શકોને પણ ક્રેડીટ આપતા કહ્યુ હતુ કે, તેમના વિના પણ આ શક્ય નહોતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">