વેસ્ટઇન્ડીઝની ઇનીંગમાં 9 વિકેટ ખેરવનાર ભારતીય દિગ્ગજે કેમ દેશ છોડી દીધો? કયા આરોપને લઈને થઈ ગયા વિદેશમાં ઠરીઠામ વાંચો આ રસપ્રદ વાત

  • Publish Date - 9:07 am, Sun, 13 December 20 Edited By: Pinak Shukla
વેસ્ટઇન્ડીઝની ઇનીંગમાં 9 વિકેટ ખેરવનાર ભારતીય દિગ્ગજે કેમ દેશ છોડી દીધો? કયા આરોપને લઈને થઈ ગયા વિદેશમાં ઠરીઠામ વાંચો આ રસપ્રદ વાત

વાત છે 1961 ના વર્ષની, જ્યારે ટીમ ઇંગ્લેંડ ભારત પ્રવાસ પર આવી હતી. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ રમવાની બાકી હતી.  30 ડિસેમ્બરે ચોથી ટેસ્ટ શરુ થનારી હતી.  બે દિવસ પહેલા જ ટીમમાંથી કૃપાલ સિંહ અને સુભાષ ગુપ્તેને ટીમની બહાર કરાયા.  ઇરાપલ્લી પ્રસન્નાને સામેલ કરાયો હતો.  ના કોઇ ઇજા અને છતાં પણ બહાર રાખવાનુ કારણ પણ સૌને ચોંકાવી રહ્યુ હતુ. કારણ કે કલકત્તામાં રમાનારી ચોથી ટેસ્ટમાં, ગુપ્તેની લેગસ્પિન બોલીંગ મોટુ ફેકટર બનનારી હતી.

સુભાષ ગુપ્તેને એવા સમયે હટાવાયા હતા કે જ્યારે તે શ્રેષ્ઠ બોલીંગ કાળ પસાર કરી રહ્યો હતો. તે સમયે નરીન કોન્ટ્રાકટર કેપ્ટન હતા. તેમને વારંવારની પૃચ્છા કરતા જાણકારી સામે આવી કે અનુશાસન સંબંધીત કારણ થી હકાલપટ્ટી કરાઇ છે. જેની સુનાવણી પણ જેતે ઘટનાને લઇને થનારી છે. કેટલાક સમય પછી ભેદ બહાર આવ્યો હતો કે, સુભાષ ગુપ્તે અને કૃપાલ સિંહ એક જ રુમમાં હોટલમાં રોકાયેલા હતા. જે હોટલમાં ટીમ ઇન્ડીયા રોકાઇ હતી તેની રિસેપ્શનિસ્ટે ઇન્ડીયન ટીમના મેનેજરને ફરીયાદ કરી હતી. બંને જે રુમમાં રોકાયા હતા તેમાંથી ફોન કોલ કરીને રિસેપ્શનિસ્ટને પુછવામાં આવ્યુ હતુ કે, મારી સાથે ડ્રિંક્સ પર ચાલીશ ?

આ દરમ્યાન કૃપાલ સિંહ એરપોર્ટ માટે નિકળી ગયા હતા. સુભાષ ગુપ્તે પણ તેમની પાછળ ભાગતા પહોંચ્યા હતા અને તેમને કહ્યુ હતુ કે તમારો દોષ નથી. તે વેળા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મુથૈયા ચિદંબરમ હાજર હતા. તેમને પણ આ વિશે વાત કરી હતી. તેમણે પછી થી ફોન પર વાત કરવાનુ કહ્યુ હતુ. ઇંગ્લેંડની સીરીઝ પણ ખતમ થઇ ગઇ હતી. ગુપ્તેને ભારતીય ટીમમાંથી પડતા મુકી દેવાયા હતા. તેમને રજૂઆતની તક પણ મળી શકી નહી.

ત્યાર બાદ ચેન્નાઇમાં વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પસંદગી સમિતીની બેઠક મળી હતી. તેમાં પણ ગુપ્તેને પસંદ કરવામાં ના આવ્યા.  તેમની ચર્ચા પણ થઇ હતી પરંતુ અગાઉ થી જાણે નક્કી હોય, તેમ ચર્ચાને અંતે પડતા જ મુકાયા હતા. 149 વિકેટ ઝડપનારા અને 29.55 ની એવરેજ ધરાવતા હતા ગુપ્તે. તેમણે વેસ્ટઇન્ડિઝ સામે એક જ ઇનીંગમાં 9 વિકેટ ઝડપી હતી. તે સમયે કોઇ ઘટનાનુ તથ્ય નહોતુ જાણતુ, તેમની ઇંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ આખરી બની ગઇ હતી.

તેમને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા નહોતા. તે વેસ્ટઇન્ડીઝ ચાલ્યા ગયા હતા, જે હંમેશાને માટે જ જ્યા તેમની પત્નિ ત્રિનીદાદમાં રહેતી હતી. ગુપ્તે પણ મોટેભાગે ત્યાં જ રહેતા હતા. હવે તેમનુ કાયમી સરનામુ જ તે બની ગયુ હતુ. તે ત્યાંજ ડોમેસ્ટિક સર્કિટમાં એક્ટિવ થઇ ગયા હતા. ત્યાં જ ફ્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati