દેશનું આ ચોથું રાજ્ય CAA કાયદાના વિરોધમાં લાવ્યું વિધાનસભામાં પ્રસ્તાવ, જાણો વિગત
CAA કાયદો દેશભરમાં લાગુ થઈ ગયો છે. સરકારે આ કાયદાને સંસદમાં પાસ કરાવીને લાગુ કર્યો છે તો અમુક રાજ્યોને આ કાયદા તેમના રાજ્યમાં લાગુ ન થાય તે જ પંસદ આવી રહ્યું છે. ત્રણ રાજ્યો તો આ કાયદાની વિરોધમાં પ્રસ્તાવ પોતાની વિધાનસભામાં લાવી ચૂક્યાં છે. મમતા બેનર્જી તો પહેલાંથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને […]
CAA કાયદો દેશભરમાં લાગુ થઈ ગયો છે. સરકારે આ કાયદાને સંસદમાં પાસ કરાવીને લાગુ કર્યો છે તો અમુક રાજ્યોને આ કાયદા તેમના રાજ્યમાં લાગુ ન થાય તે જ પંસદ આવી રહ્યું છે. ત્રણ રાજ્યો તો આ કાયદાની વિરોધમાં પ્રસ્તાવ પોતાની વિધાનસભામાં લાવી ચૂક્યાં છે. મમતા બેનર્જી તો પહેલાંથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને અંતે તેઓએ પણ આ કાયદાની વિરોધમાં પોતાની વિધાનસભામાં પ્રસ્તાવ લાવ્યો છે.
ક્યાં ક્યાં રાજ્યોએ વિધાનસભામાં લાવ્યો પ્રસ્તાવ? સીએએ કાયદાને અમુક રાજ્યો સંવિધાન વિરોધી કાયદો ગણાવી રહ્યાં છે. કહીં રહ્યાં છે કે ધર્મના આધારે નાગરિકતા આપી શકાય નહીં. આ દેશનું બંધારણ બિનસાંપ્રદાયિક છે. તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં સીએએના વિરોધમાં કેરળ રાજ્યે પ્રસ્તાવ લાવ્યો હતો અને કાયદાને લાગુ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાજુ પંજાબ અને રાજસ્થાન પણ પ્રસ્તાવ લાવ્યો તો હવે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં મમતા બેનર્જીએ પણ પ્રસ્તાવ લાવી દીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે સમગ્ર દેશમાં અસહિષ્ણુતા અને નફરતનો માહોલ છે. અમે તેનું સમર્થન ના જ કરી શકીએ જે દેશના ભાગલા પાડવા માગે છે. આ સિવાય મમતાએ સીપીઆઈએમ અને કોંગ્રેસને અપીલ કરી કે તેઓ સાથે આવે તેમજ કેન્દ્રની ભાજપની ફાંસીવાદી સરકારની સાથે એકજૂટ થઈને લડાઈ લડે. આમ દેશમાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ લાવનારું પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બની ગયું છે. જો કે સત્તા પક્ષ એવું કહી રહી છે કે આ સંઘની યાદીનો વિષય છે જેના લીધે કોઈ રાજ્ય આ કાયદો લાગુ કરવાનો ઈનકાર ના કરી શકે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]