જમતા જમતા ટીવી જોવાથી બની શકો છો મોટાપાનો શિકાર

જમતા જમતા ટીવી જોવાથી બની શકો છો મોટાપાનો શિકાર

જો તમે પણ તેવા લોકોમાં સામેલ છો. જે ટીવી જોતી વખતે નાસ્તો અથવા તો ભોજન કરો છો.તો જરા અટકી જોજો. તમારી આ આદત તમારા આરોગ્ય ભારે પડી શકે છે. અમે તમને બતાવીએ કે ટીવી જોતી વખતે નાસ્તો ખાવાથી કયું નુકસાન તમને થઈ શકે છે.

બીમારીઓનો ખતરો
ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે જે યુવાનો ટીવી જોતી વખતે નાસ્તો કરે છે, તેમના શરીરમાં મેટાબોલિઝમ ની આશંકા વધારે રહે છે. એ પણ જોવામાં આવ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમ ના કારણે બાળકોમાં બ્લડપ્રેશર વધવાની, હાઈ બ્લડ શુગર, કમરની ચરબી વધવી અને કોલેસ્ટ્રોલ વધવા જેવી ફરિયાદો રહે છે.

ક્ષમતા કરતા વધારે ખાવું
આ વસ્તુ તો તમે જાતે પણ અનુભવી હશે કે ટીવી જોતી વખતે નાસ્તો કરવાથી ઘણીવાર લોકો પોતાની ક્ષમતા અને જરૂરિયાત કરતાં વધારે ખાઈ લે છે, જેનો શરીર પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.

અપચો
ટીવી જોતી વખતે ઘણીવાર લોકો જે પોઝિશનમાં હોય છે, તે પોઝિશનમાં જ નાસ્તો ખાય છે. અને ખોટી પોઝિશનમાં ખાવાના કારણે અપચાની સમસ્યા થવા લાગે છે.

મોટાપણું
ક્ષમતા કરતા વધારે અને ખોટી રીતે ખાવાથી મોટાપણાની સમસ્યા વધવા લાગે છે.

આ પણ વાંચોઃ એન્ટિબાયોટિક ગુણ ધરાવતું કપૂર તેલ કરાવશે ત્વચા અને વાળને આ જાદુઈ ફાયદા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati