3 હત્યાના ગુનામાં વોન્ટેડ સિરિયલ કિલર અમદાવાદથી ઝડપાયો, જુઓ VIDEO

3 હત્યાના ગુનામાં વોન્ટેડ સિરિયલ કિલર અમદાવાદથી ઝડપાયો, જુઓ VIDEO

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડે સિરિયલ કિલર મોનિશ માલીની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા સિરિયલ કિલરે રાજ્યના પાટનગર ગાંધીનગર આસપાસ ત્રણ હત્યા કરીને ચકચાર જગાવી હતી.

આ પણ વાંચો: VIDEO: નર્મદા ડેમની જળસપાટી 138.33 મીટર પર પહોંચી, નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરાયા

જેમાં ઈન્ફોસિટીમાં એક અને અડાલજમાં બે હત્યા કરી હતી. આ ત્રણેય મૃતકોને માથામાં ગોળી મારીને એક જ મોડસ ઓપરેન્ડીથી હત્યા કરવામાં હતી. આ ઉપરાંત એક જ હથિયાર વાપર્યું હતું. સિરિયલ કિલરના માથે 2 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યુ હતું. આ સિરિયલ કિલરને શોધવા માટે ગાંધીનગર પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSની એક સંયુક્ત SIT બનાવવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સિરિયલ કિલરે કરેલી ત્રણ હત્યાના ઘટનાક્રમ જોઈએ તો ૧૪મી ઓક્ટોબરે અડાલજ પાસે નર્મદા કેનાલના કિનારે ઢોર ચરાવી રહેલા ભરવાડની માથામાં ગોળી મારી માથું ફાડી નાખી હત્યા કરી હતી. જે બાદ ૯મી ડિસેમ્બરે ઈન્ફોસિટી નજીક વધુ એક શખ્સને માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદ 25 જાન્યુઆરીએ શેરથા ખાતે આધેડને માથામાં ગોળી મારી માથું ફાડી હત્યા કરી ૧૧ લાખના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati