વિવાદિત કેરીયર વચ્ચે વેસ્ટ ઇન્ડીઝના સૈમ્યુઅલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો, ભ્રષ્ટાચારના મામલામાં બે વર્ષનો પ્રતિબંધ પણ લગાડાયો હતો

  • Updated On - 7:42 am, Fri, 6 November 20 Edited By: Pinak Shukla
વિવાદિત કેરીયર વચ્ચે વેસ્ટ ઇન્ડીઝના સૈમ્યુઅલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો, ભ્રષ્ટાચારના મામલામાં બે વર્ષનો પ્રતિબંધ પણ લગાડાયો હતો

વેસ્ટ ઇન્ડિઝનો મધ્યમ ક્રમનો બેટ્સમેન માર્લોન સૈમ્યુઅલે નિવૃત્તી જાહેર કરી લીધી છે. તેણે ક્રિકેટેના તમામ ફોર્મેટમાં થી નિવૃત્તી જાહેર કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝ  બંને ટી-20 વિશ્વકપ વર્ષ 2012 અને 2016ના ફાઇનલમાં પહોંચી શક્યુ હતુ, જેમાં સૈમ્યુઅલના ટીમ તરફ થી સૌથી વધુ રન હતા.

સૈમ્યુઅલના ક્રિકેટ કેરીયરની વાત કરવામાં આવે તો તે વિવાદો તી ભરેલુ હતુ. ભ્રષ્ટાચારના મામલામાં તેની પર બે વર્ષનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના મુખ્ય કાર્યકારી જોની ગ્રેવે પણ સૈમ્યુઅલને લઇને પુષ્ટી કરી છે કે, સૈમ્યુઅલ્સે જુન મહીનામાં જ સન્યાસને લઇને બોર્ડને આ બાબતે જાણકારી આપી દીધી હતી. તેણે પોતાની આખરી મેચ ડિસેમ્બર 2018માં રમી હતી.

વેસ્ટ ઇન્ડિઝના આ મધ્યક્રમિય બેટ્સમેન માર્લોન સૈમ્યઅલ 39 વર્ષીય ખેલાડી છે અને તે 71 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. આ ઉપરાંત 207 વન ડે મેચ પણ રમી ચુકયો છે. તેમજ 67 ટી-20 મેચો પણ રમી ચુક્યો હતો. તેણે આ મેચોમાં 11,000 થી પણ વધારે રન બનાવ્યા છે, સાથે જ તેણે 150 થી વધુ વિકેટો પણ ઝડપી છે. સૈમ્યુઅલ ટી-20 લીગ ઉપરાંત વિભિન્ન ટી-20 લીગમાં પણ રમી ચુક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 


Click on your DTH Provider to Add TV9 Gujarati