વિરાટ કોહલીને અંડર-19 વિશ્વકપ જિતાડનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે જ ક્રિકેટ સન્યાસ જાહેર કર્યો, કોણ છે આ ખેલાડી જાણો

વિરાટ કોહલીને અંડર-19 વિશ્વકપ જિતાડનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે જ ક્રિકેટ સન્યાસ જાહેર કર્યો, કોણ છે આ ખેલાડી જાણો

ભારતની અંડર-19 ની વર્ષ 2008માં વિશ્વ વિજેતા ટીમના સભ્ય રહેલા બેટ્સમેન તન્મય શ્રીવાસ્તવે શનિવારે ક્રિકેટના તમામ પ્રારુપ માંથી સંન્યાસ મેળવી લીધો છે. તેણે કહ્યુ હતુ કે,પોતે નવા સપનાઓને જોયા છે અને તેના પર કામ કરવાની તેમની મોટી મહત્વકાંક્ષા છે. 30 વર્ષની ઉંમર ધરાવતો આ બેટ્સમેને સોશિયલ મિડીયાના માધ્યમથી સંન્યાસની ઘોષણાં કરી છે. જોકે તેની આગળની યોજના વિશે નથી બતાવ્યુ. ઉત્તર પ્રદેશના કાનપુર માં જન્મેલા આ ક્રિકેટરે ટ્વિટ કર્યુ હતુ, કે આ મારો ક્રિકેટને અલ વિદા કહેવાનો સમય છે. મેં યાદો અને દોસ્ત બનાવવા સાથે જુનિયર ક્રિકેટ, રણજી ટ્રોફી અને અન્ડર-19 વિશ્વ કપમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ટીમના સાથે કપ લઇને વતન પરત ફર્યા હતા.

શ્રીવાસ્તવે આ સાથે જ પોતાના સમર્થક અને પોતાના કોચ, તેમજ ઉત્તર પ્રદેશ ક્રિકેટ પ્રશાસકો, માતા પિતા અને પત્નિનો આભારમ માન્યો હતો. તેમણે આ માટે કહ્યુ હતુ કે, મને લાગે છે કે મેં મેદાન ની અંદર ને બહાર ક્રિકેટ થી જોડાયેલી એવી યાદો બનાવી છે કે, જે જીવન ભર મારી સાથે જોડાયેલી રહેશે. મે નવા સપનાઓ જોયા છે અને તેના માટે મને મોટી મહત્વાકાંક્ષા છે.

શ્રીવાસ્તવ મલેશિયામાં 2008માં રમાયેલા અંડર-19 વિશ્વકપમાં 262 રન સાથે ટુર્નામેન્ટમાં ટોપ સ્કોર હતો. તેણે ફાઇનલ મેચમાં પણ 43 રન કર્યા હતા. જે ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા. શ્રીવાસ્તવે પ્રથમ શ્રેણીની 90 મેચમાં 10 શતક અને 27 અર્ધ શતકની મદદથી 4918 રન બનાવ્યા હતા. આઇપીએલમાં પણ તે કિંગ્સ ઇલેવન પંજાબ, ડેક્કન ચાર્જર્સ અને કોચ્ચિ ટસ્કર્સ સાથે પ્રતિનિધીત્વ કર્યુ હતુ. ટી-20 લીગમાં તેને ફક્ત સાત રમવા માટે મળી હતી. જેમાં તેને ફક્ત ત્રણ મેચ માંજ બેટીંગ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં તે માત્ર આઠ રન બનાવી શક્યો હતો. 2009 માં તેણે ટી-20 લીગમાં આખરી વખત બેટીંગ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati