વાયરલ ફિવરમાં કામ લાગશે આ 5 રામબાણ ઘરેલુ ઉપાય, વાંચો આ લેખ

વાયરલ ફિવરમાં કામ લાગશે આ 5 રામબાણ ઘરેલુ ઉપાય, વાંચો આ લેખ

બદલાતા મોસમમાં વાઈરલ ફિવરનો ભય વધારે રહે છે પણ અમે તમને બતાવીએ કે તેનાથી બચવા માટે 5 રામબાણ ઘરેલૂ નુસખા કયા છે ? તે પહેલા જાણી લઈએ વાયરલ ફીવરના લક્ષણો. વાયરલ ફીવર થવા પર ગળામાં દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, આંખો લાલ થવી, માથું ખુબ ગરમ થવું, ખાંસી, થાક, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. વાયરલ ફિવરના નામથી જ સમજી શકાય છે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પણ થઈ શકે છે. આવો જાણીએ તેનાથી બચવાના ઘરેલુ નુસખા

Viral fever ma kam lagse aa 5 ram ban garelu upay vancho aa lekh

હળદર અને સૂંઠનો પાઉડર

સૂંઠ એટલે કે આદુનો પાવડર અને આદુમાં હોય છે ફિવરને સારો કરવાનો ગુણ. જેના માટે એક ચમચી કાળી મરીના ચૂર્ણમાં, એક નાની ચમચી હળદર, એક ચમચી સુંઠનું ચુર્ણ અને થોડી ખાંડ ભેળવો. હવે તેને એક કપ પાણીમાં નાખીને ગરમ કરો. પછી તેને ઠંડુ કરીને પીવો. તેનાથી વાયરલ ફીવરને દૂર કરવામાં મદદ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તુલસીનો ઉપયોગ કરો

તુલસીમાં એન્ટીબાયોટિક હોય છે. જેનાથી શરીરના અંદરના વાયરસનો નાશ થાય છે. જેથી એક ચમચી લવિંગના ચૂર્ણમાં, તુલસીના તાજા પાંદડા મિક્સ કરો. હવે એક લીટર પાણીમાં નાખીને એટલુ ઉકાળો. જ્યાં સુધી તે સુકાઈને ઉકાળીને અડધું ન થઈ જાય. હવે તેને ગાળી લો અને ઠંડુ કરીને દર એક કલાકે પીઓ. આવું કરવાથી વાઈરલ તાવમાં જલ્દી આરામ મળશે.

ધાણાની ચા પીઓ

આમાં અસંખ્ય ઔષધીય ગુણ હોય છે. તેની ચા બનાવીને પીવાથી વાયરલ તાવ માં જલ્દી આરામ મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

મેથીનું પાણી પીઓ:

એક કપ મેથીના દાણાને રાત્રી સુધી પલાળી રાખો. અને સવારે તેને ગાળીને દરેક કલાકે પીઓ.

લીંબુ અને મધ

લીંબુનો રસ અને મધ પણ વાઈરલ ફીવરની અસર કરવામાં મદદ કરે છે. તમે લીંબુ અને મધનું સેવન પણ કરી શકો છો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Click on your DTH Provider to Add TV9 Gujarati