બંગાળમાં મમતાને મોટો ઝટકો : હાઇકોર્ટના આદેશ બાદ હવે ચૂંટણી બાદ થયેલી હિંસાની થશે તપાસ

West Bengal : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પશ્ચિમ બંગાળમાં મતદાન પછીના હિંસા (violence in West Bengal) ના કેસોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. કલકત્તા હાઇકોર્ટે આપેલા આદેશ બાદ આ સમિતિની રચના કરવામાં આવી છે.

બંગાળમાં મમતાને મોટો ઝટકો : હાઇકોર્ટના આદેશ બાદ હવે ચૂંટણી બાદ થયેલી હિંસાની થશે તપાસ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 7:47 PM

West Bengal : પશ્ચિમ બંગાળ અને હિંસા એક બીજાના પર્યાય બની ગયા છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણી બાદ બંગાળમાં હિંસા વધુ પ્રમાણમાં થઈ રહી છે. રાજકીય કાર્યકરોની હત્યા, લૂંટ, બળાત્કાર, મારજુડ કરવી વગેરે પ્રકારની હિંસાના અનેક બનાવો સામે આવી ચુક્યા છે. બંગાળમાં હિંસા (violence in West Bengal) ના કારણે ડરના લીધે ઘણા લોકોએ અન્ય જગ્યાએ સ્થળાંતર પણ કર્યું. બંગાળમાં હિંસાની આ તમામ ઘટનાઓ પર મૌન ધારણ કરનાર રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીને ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ બંગાળમાં હવે હિંસાની તપાસ થશે

હાઇકોર્ટના આદેશ બાદ તપાસ સમિતિની રચના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પશ્ચિમ બંગાળમાં મતદાન પછીના હિંસા (violence in West Bengal) ના કેસોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. કલકત્તા હાઇકોર્ટે આપેલા આદેશ બાદ આ સમિતિની રચના કરવામાં આવી છે, જે હિંસાના કેસોની તપાસ કરશે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

7 સભ્યોની સમિતિની રચના કરાઈ પશ્ચિમ બંગાળમાં મતદાન પછીના હિંસા (violence in West Bengal) ના કેસોની તપાસ માટે માનવાધિકાર પંચના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાએ સમિતિની રચના કરી છે. આ 7 સભ્યોની સમિતિમાં લઘુમતી પંચના વાઇસ ચેરમેન આતિફ રશીદ, રાજુલબેન એલ. દેસાઇ, પશ્ચિમ બંગાળ હ્યુમન રાઇટ્સ કમિશનના રજિસ્ટ્રાર પ્રદીપકુમાર પાંજાને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિના અધ્યક્ષ માનવાધિકાર આયોગના સભ્ય રાજીવ જૈનને બનાવવામાં આવ્યાં છે.

નિર્ણયનું ભાજપે કર્યું સ્વાગત સોમવારે હાઈકોર્ટે 18 જૂનના આદેશને સ્થગિત રાખવાની માંગ કરતીતી ટીએમસીની અરજી નામંજૂર કરી હતી, જે હેઠળ સમિતિની રચના કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો.સમિતિની રચનાના નિર્ણયને મુલતવી ન રાખવા હાઇકોર્ટના નિર્ણયને ભાજપે આવકાર્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાઈકોર્ટના નિર્ણય અંગે જણાવ્યું હતું કે તેનાથી પીડિતોનો વિશ્વાસ મજબૂત થશે. રાજ્યપાલ જગદીપ ધનખરે પણ મમતા સરકાર પર નિશાન સાધતા  કહ્યું, “મને આશ્ચર્ય છે કે ચૂંટણી પૂરી થયાના 7 અઠવાડિયા પછી પણ આવી પરિસ્થિતિને અવગણવામાં આવી છે. આઝાદી પછીની આ ચૂંટણીની સૌથી મોટી હિંસા છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">