શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

આજે એટલે કે 29 જાન્યુઆરી મંગળવારે રાત્રે 11.28 કલાકે શુક્ર ગ્રહ (VENUS) ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને તે 24 ફેબ્રુઆરી રાત્રે 10.45 વાગ્ય સુધી ત્યાં જ રહેશે. સામાન્ય રીતે શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચનો હોય છે. શુક્ર ગ્રહનો સૌથી વધુ પ્રભાવ પરિણીત જીવન અને નાણાકીય પરિસ્થિતિ પર પડે છે. […]

શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !
Follow Us:
| Updated on: Jan 29, 2019 | 6:51 AM

આજે એટલે કે 29 જાન્યુઆરી મંગળવારે રાત્રે 11.28 કલાકે શુક્ર ગ્રહ (VENUS) ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને તે 24 ફેબ્રુઆરી રાત્રે 10.45 વાગ્ય સુધી ત્યાં જ રહેશે.

સામાન્ય રીતે શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચનો હોય છે. શુક્ર ગ્રહનો સૌથી વધુ પ્રભાવ પરિણીત જીવન અને નાણાકીય પરિસ્થિતિ પર પડે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આવો જાણીએ શુક્રના ધન પ્રવેશની કઈ રાશિ પર શું અસર પડશે ?

મેષ :

મેષ રાશિથી નવમા ભાવમાં શુક્રનું ગોચર દરેક રીતે સમાજમાં સક્રિયતા વધારશે. પિતાની સ્થિતિને વધુ શ્રેષ્ઠ કરશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત કરશે. મેષ રાશિના તમામ જાતકો ઘરની મોંઘી વસ્તુઓ ખરીદવામાં વધુ પૈસા ખર્ચ કરશે.

ઉપાય : મેષ રાશિના તમામ લોકો સફેદ ચંદન ભગવાન શિવને અર્પણ કરે અને પોતે પણ તેનો તિલક કરે.

વૃષભ :

આ રાશિના આઠમા ભાવમાં શુક્રનું ગોચર બીજી જાતિના લોકો પાસેથી આવક વધારશે. આપ આરામદાયક જીવન જીવવું પસંદ કરશો. કાર્યક્ષેત્રમાં આપને કોઈ મોટી તક પણ મળશે. આ જાતકોના અષ્ટમ ભાવનો શુક્ર આરોગ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ જરૂર લાવશે.

ઉપાય : જરૂરિયાતમંદ સુહાગન સ્ત્રીઓને સુહાગ સામગ્રીનું દાન કરો. આ સાથે જ શક્ય હોય, તો શુક્રવારના દિવસે સફેદ ચંદનનો તિલક કરો.

મિથુન :

મિથુન રાશિના સાતમા ભાવમાં શુક્રનું ગોચર આપના આરોગ્યમાં કેટલાક મુશ્કેલીઓ લાવી શકે છે. શુક્રનું ગોચર આપના કાર્યક્ષેત્રમાં ફેરફાર પણ લાવશે, પણ આ ફેરફાર આપના માટે શુભ નહીં હોય.

ઉપાય : પોતાના સ્નાનના જળમાં એક ચમચી દૂધ મેળવીને જ સ્નાન કરો અને સુગંધ જરૂર લગાવો.

કર્ક :

કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર રોગોમાં વધારો કરશે અને હરીફો સાથે વાદ-વિવાદ જરૂર કરાવશે. આ સમય આપે આપના કામ પર ધ્યાન આપવાની જરૂર છે. બિનજરૂરી કોઈ વાદ-વિવાદથી દૂર જ રહો. નહિંતર શુક્ર આપને કોઇક મુશ્કેલીમાં ચોક્કસ નાખી શકે છે.

ઉપાય : સફેદ કપડાંનું દાન શુક્રવારના દિવસે કરો. ભગવાન શિવની પૂજા કરો.

સિંહ :

સિંહ રાશિના પાંચમા ભાવમાં શુક્રનું ગોચર આપના પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે. બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. આપનું માન-સન્માન પહેલા કરતા શ્રેષ્ઠ રહેશે. કોઈ વ્યક્તિગત કે વ્યાપારિક પ્રવાસ પર જવાનો પ્રબળ યોગ બનશે. અન્ય કોઈ પ્રેમ પ્રસંગના ચક્કરમાં ન પડતાં.

ઉપાય : શુક્રવારના દિવસે ગળી વસ્તુઓનું દાન કરો. કોઈ જરૂરિયાતમંદ મહિલાને આખા ચોખાનું દાન કરો.

કન્યા :

આ રાશિના ચોથા ભાવમાં શુક્રનું ગોચર આપના ઘરની સમસ્યાઓને સમાપ્ત કરશે અને નવું ઘર ખરીદવા પ્રેરિત કરશે. પોતાનું વાહન ધ્યાનથી ચલાવો, નહિંતર તેમાં ખરાબી આવવાનો પ્રબળ યોગ બની શકે છે. શુક્રનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે પોતાની પત્નીનું સન્માન કરો.

ઉપાય : શુક્રવારના દિવસે પોતાની પત્નીને કોઈ ગુલાબી વસ્ત્ર ઉપહારમાં આપો અને તેમની સાથે હરવા-ફરાર જરૂર જાઓ.

તુલા :

તુલા રાશિના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર આપના નાના ભાઈ-બહેનો સાથે આપના સંબંધોને મધુર બનાવશે. નાના-નાના પ્રવાસો પર જવાનો પ્રબળ યોગ બનશે. ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર આપની મહેનત દ્વારા આપના અટકેલા પૈસા અપાવશે.

ઉપાય : સોમવાર અને શુક્રવારે દહીંથી શિવલિંગનો અભિષેક કરો તથા ભગવાન શિવ શંકરની પૂજા કરો.

વૃશ્ચિક :

આ રાશિના બીજા ભાવમાં શુક્રનું ગોચર આપના પરિવારમાં અન્ન-ધન વધારશે તથા પરિવારના વાદ-વિવાદ હંમેશા માટે ખતમ કરશે. પરિવારમાં માંગલિક ઉત્સવ પણ કરાવશે. શુક્રને સારો કરવા માટે ઘરમાં ગંદા કપડાંને આમ-તેમ ન ફેલાવો.

ઉપાય : જરૂરિયાતમંદ કન્યાઓના લગ્નમાં કેટલીક ખાવા-પીવાની સામગ્રી જરૂર આપો અને શુક્રના મંત્રનો ચાપ કરો.

ધન :

આ રાશિમાં શુક્રનું ગોચર આરોગ્યમાં કેટલીક ગરબડો પેદા કરશે. આ શુક્રનું ગોચર બન્યા-બનેલા કામો પણ બગાડી શકે છે. અકારણ કોઈની સાથે વાદ-વિવાદ વધારી ધનની હાનિ કરાવી શકે છે. પતિ-પત્ની વચ્ચે પણ વાદ-વિવાદ ઊભો થઈ શકે, તેથી તકેદારી રાખો.

ઉપાય : પતિ-પત્ની એક-બીજાનું સન્માન કરે, બંને મળીને સંયુક્ત રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે. માતા પાર્વતીને શ્રૃંગાર સામગ્રી જરૂર ચઢાવો.

મકર :

આ રાશિથી બારમે ઘરમાં શુક્રનું ગોચર અકારણ ધનનો વધુ ખર્ચ કરાવશે. નાની-મોટચી યાત્રાઓ કરી શકો છો. કોઇક સંબંધી સાથે આપનો વાદ-વિવાદ થઈ શકે. આ આપનો બીજી જગ્યાએ ક્યાંક પ્રેમ સંબંધ પણ કરાવી શકે. તેથી પોતાના આચરણ પર ધ્યાન આપો.

ઉપાય : વડીલ મહિલાઓના ચરણ સ્પર્શ કરો. કાચા દૂધથી ભગવાન શિવલિંગનો અભિષેક પણ કરો.

કુંભ :

કુંભ રાશિથી 11મે ઘરમાં શુક્રનું ગોચર ધનનો ખૂબ વધારો કરશે. માન-સન્માનની પણ પ્રાપ્તિ થશે. અટકેલા કામ બનવા લાગશે, પણ વિદ્યાર્થીઓએ પોતાના ભણતર-અભ્યાસ પર જરૂર ધ્યાન આપવો પડશે. અન્યથા મનના ભટકારાનો યોગ બનશે. વિદ્યાર્થીઓ સાફ-સ્વચ્છ કપડાં પહેરવાનો પ્રયાસ કરે. કાર્ય ક્ષેત્રમાં પ્રશંસાનો યોગ બનશે.

ઉપાય : સફેદ મીઠી વસ્તુઓનું દાન કરવું બહુ શુભ રહેશે, જેમ કે ચોખા, કાચું દૂધ, દહીં.

મીન :

આ રાશિથી દસમા ભાવમાં શુક્રનું ગોચર કાર્ય ક્ષેત્રે બહુ વધારો કરશે. આ જ શુક્રનું ગોચર કાર્ય ક્ષેત્રમાં બદલાવ લઈને પણ સારો રહેશે. નોકરી-વેપારથી સંબંધિત સમસ્ત મુશ્કેલીઓ ખતમ થશે. ઉધાર આપેલું ધન પણ પરત મળવાની શક્યતા ઊભી થશે. પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવો પડશે.

ઉપાય : શુક્રવારના દિવસે સવારે લક્ષ્મી નારાયણ મંદિરમાં સફેદ મિષ્ઠાન્ન અર્પણ કરો અને જરૂરિયાતમંદ કન્યાઓને વહેંચો.

[yop_poll id=875]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">