વારાણસી ચૂંટણી દરમિયાન પીએમ મોદી સામે દાખલ કરેલ અરજી સુપ્રિમે ફગાવી, બીએસએફના પૂર્વ જવાને અલ્હાબાદ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો

મંગળવારે સુપ્રીમ કોર્ટે વારાણસીથી લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ પહેલા 17 […]

વારાણસી ચૂંટણી દરમિયાન પીએમ મોદી સામે દાખલ કરેલ અરજી સુપ્રિમે ફગાવી,  બીએસએફના પૂર્વ જવાને અલ્હાબાદ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
સુપ્રિમ કોર્ટની ફાઈલ તસવીર
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 1:10 PM

મંગળવારે સુપ્રીમ કોર્ટે વારાણસીથી લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ પહેલા 17 નવેમ્બરના રોજ કોર્ટે આ અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

તેજ બહાદૂરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટનું માનવું હતું કે તેજ બહાદુર ન તો વારાણસી મતદાર છે કે ન તો વડા પ્રધાન મોદી વિરુદ્ધના ઉમેદવાર છે. આ આધાર પર, તેમની ચૂંટણી અરજી દાખલ કરવા માટે કઇ ઉચિત નથી. સુપ્રીમ કોર્ટે તેજ બહાદુરની સુનાવણી સ્થગિત કરવાની વિનંતીને નકારી કાઢી હતી.

ખંડપીઠે કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલય એક અનોખી ઓફિસ છે અને તેની સામેની અરજી અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રાખી શકાતી નથી. કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે તેજ બહાદુરનું નામાંકન તેમની યોગ્યતાને આધારે યોગ્ય રીતે અથવા અયોગ્ય રીતે નામંજૂર કરવામાં આવ્યું છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

તમને જણાવી દઈએ કે તેજ બહાદુરએ એક ઓનલાઇન વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં જવાનોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને 2017માં બીએસએફમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">