વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું

વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું

મોટાભાગના લોકો ભોજન ખાધા પછી પેટની સમસ્યાથી પરેશાન રહે છે. જેમ કે ગેસ,કબજીયાત અથવા તો પેટ બગડવુ. જોકે તેનો સીધો સંબંધ તમારા પાચનતંત્ર સાથે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર હેરાન કરે છે તો તમારું પાચનતંત્ર કમજોર હોય શકે છે. જો તમે આ પરેશાનીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે પાચનતંત્રને તંદુરસ્ત રાખવું પડશે. આવો જાણીએ કે કેવી રીતે તમારું પાચનતંત્ર તમે મજબૂત બનાવી શકો છો ?

1). કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી ભોજન ખાય છે અને આ જ કારણથી ભોજનને જ સારી રીતે ચાવતા નથી જેના કારણે ભોજન આસાનીથી પચતું નથી. જેથી સારું રહેશે કે તમે ભોજન ચાવીને ખાવ. તેનાથી પાચન શક્તિ મજબૂત થશે.

2). હૂંફાળું પાણી તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. જેથી ભોજન ખાધા પછી તમારી પાચનશક્તિ મજબૂત કરવા માટે હૂંફાળું પાણી અચૂકથી પીવું જોઈએ.

3). વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત થાય છે. તો તમારી ડાયટમાં વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે સંતરા, કિવી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેનો સમાવેશ કરો.

4). કેટલાક લોકો ખાતી વખતે ખૂબ જ વધારે ભોજન ખાય છે.પરંતુ આવું કરવું યોગ્ય નથી.જેની સીધી અસર તમારી પાચન તંત્ર પર પડે છે અને તેનાથી ભોજન પચવામાં પણ સમસ્યાઓ થઈ શકે છે, સાથે જ પેટ સંબંધિત બીજી અનેક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જેથી થોડું થોડું કરીને ભોજન ખાવું જોઈએ.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati