વાપીની ટવેન્ટી ફ્રસ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલે, બાકી બીલના રૂપિયા વસુલવા મૃતદેહ આપવાનો કર્યો ઈન્કાર

મૃતકની સારવારના બાકી બીલના ( outstanding bills ) રૂપિયા વસૂલવા માટે હોસ્પિટલ ( Hospital ) સંચાલકોએ મૃતકના પરિવારજનોની કાર જપ્ત કરી લીધી હોવાનો પણ કરાયો આક્ષેપ

વાપીની ટવેન્ટી ફ્રસ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલે, બાકી બીલના રૂપિયા વસુલવા મૃતદેહ આપવાનો કર્યો ઈન્કાર
Twenty First Century Hospital, vapi ( file image )
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 10:14 AM

વલસાડના વાપીની જાણીતી હોસ્પિટલે, સારવાર દરમિયાન મૃત્યુ પામેલા કોવિડ19ના શંકાસ્પદ દર્દીની સારવારના રૂપિયા ના મળે ત્યા સુધી મૃતદેહ આપવાનો ઈન્કાર કર્યો હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનોએ કરી છે. તો હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતકના પરીવારજનોની ફરીયાદને ખોટી ગણાવી છે. પરંતુ આ કિસ્સામાં જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હોવાનું બહાર આવ્યુ છે.

કોરોના કપરા કાળમાં વલસાડ જિલ્લાની covid 19ની સારવાર કરતી હોસ્પિટલોમાં દર્દીઓની હાલત દયનીય છે.. જો કે માનવતા પર આવી પડેલા આવી આફત વખતે કેટલીક જાણીતી હોસ્પિટલોની દાદાગીરી પણ સામે આવી રહી છે. વાપીની જાણીતી ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલના (Twenty First Century Hospital ) સંચાલકો પર એક દર્દીના પરિવારજનો એ ગંભીર આક્ષેપો કર્યા છે. એક અઠવાડિયા અગાઉ સરીગામના એક દર્દીને વાપીની ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે કમનસીબે દર્દીનુ સારવાર દરમ્યાન મોત થતા પરિવારજનો આઘાતમાં સરી ગયા હતા. હોસ્પિટલે બાકી બિલના નાણાં વસૂલ્યા વિના દર્દીના મૃતદેહને સોંપવા ઈન્કાર કર્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ માનવતાને પણ જાણે નેવે મૂકી હતી. હોસ્પિટલનું બાકી બિલ ચૂક્યા બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપવાની વાત કરતાં પરિવારજનો ડઘાઈ ગયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જોકે પોતાના સ્વજનનું મોત થતાં આઘાતમાં સરી પડેલા પરિવારજનોએ હોસ્પિટલને બાકી બિલ ચૂકવવા થોડો સમય માંગ્યો હતો. પરંતુ હોસ્પિટલ સંચાલકોએ બાકી બિલ વસૂલવા મૃતકના સ્વજનની એક કારને કબજે કરી અને ત્યારબાદ દર્દીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. આમ વાપીની જાણીતી ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે.

જો કે હોસ્પિટલની બેદરકારીની હદ તો ત્યારે થઇ કે હોસ્પિટલમાં દર્દીની કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર ચાલી રહી હતી. તેમ છતાં હોસ્પિટલ સંચાલકોએ બેદરકારી દાખવી અને કોરોના શંકાસ્પદ દર્દીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોના શંકાસ્પદ દર્દીના મોત બાદ covid 19ના પ્રોટોકોલ મુજબ મૃતકના મૃતદેહને પરિવારને સોંપવાની જગ્યાએ તેનું સીધા સ્મશાનમાં જ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

વાપીની આ જાણીતી ટવેન્ટી ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ ગંભીર બેદરકારી દાખવી પરિવારજનોને કોરોના શંકાસ્પદ દર્દીનો મૃતદેહ સોંપી દીધો હતો.. જોકે આ બાબતે હોસ્પિટલ સંચાલકોએ બીલ વસૂલવા કાર જપ્ત કરી લેતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હોસ્પિટલ સંચાલકોએ વર્તમાન પરિસ્થિતિ જોતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ પડવાને બદલે તમામ લોકોને સહયોગ આપવાની સુફિયાણી સલાહ આપી હતી. અને મૃતક દર્દીના સ્વજનોએ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા.

જો કે હોસ્પિટલ સંચાલકો સ્વીકારી રહ્યા છે કે, દર્દીની કોરોના શંકાસ્પદ તરીકે સારવાર ચાલી રહી હતી. અને મૃતદેહને પ્રોટોકોલમાં પાડ્યા વિના હોસ્પિટલ દ્વારા દર્દી નામ સોંપી દેવામાં આવ્યો હતો. આમ વાપીની જાણીતી ટવેન્ટી ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ પર મૃતક દર્દીના પરિવારજનોએ લગાવેલા ગંભીર આક્ષેપોને કારણે મુદ્દો તપાસનો વિષય બન્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">