આવી રીતે ભણશે તો કેવી રીતે આગળ વધશે ભારત ?, કપરાડાની એક શાળામાં બાળકોએ ખુલ્લામાં બેસીને કરવો પડે છે અભ્યાસ  

આવી રીતે ભણશે તો કેવી રીતે આગળ વધશે ભારત ?, કપરાડાની એક શાળામાં બાળકોએ ખુલ્લામાં બેસીને કરવો પડે છે અભ્યાસ  

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ ની ગુણવત્તા સાથે સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી આવી છે. દર વર્ષે બજેટ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પુરી પાડવા માટે મોટા ઉપાડે જાહેરાત તો થાય છે. પરંતુ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું એક એવું ગામ છે જ્યાં ના વિધાર્થીઓ ખુલ્લા આકાશ નીચે કડકડતી ઠંડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે.. શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલા આકાશ નીચે અભ્યાસ કરવા બેઠેલા આ નાના ભૂલકાઓને જોઇને આપને પણ દયા આવશે..પણ આ દ્રશ્યો જોઈ સરકારી યંત્ર ના પેટ નું પાણી પણ હલતું નથી. આ દ્રશ્ય છે.. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગામના કોપરલી ગામ ના ઝરિકુંડી પ્રાથમિક શાળા ના.વર્ષો પહેલાં બનેલી આ સ્કુલ  જોખમી બની જતા. છેલ્લા બે વર્ષ સુધી પડવા ની  રાહ જોઇને ઉભેલા ઓરડાઓ નીચે અભ્યાસ કરતા હતા.

સ્કૂલની આ જર્જરિત હાલત અંગે શાળાના સ્ટાફ દ્વારા સ્થાનિક થી લઇ  જિલ્લાના શિક્ષણ વિભાગ સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે.. તેમ છતાં સરકારી તંત્ર ના પેટનું પાણી પણ હલ્યું નથી..આ શાળાના ઓરડાઓની જર્જરિત હાલત અને   કોઇએ ધ્યાન નહીં આપતા આખરે શાળાના શિક્ષકો એ જ બાળકોના જીવ ને કોઈ જોખમ ઊભું ન થાય તે માટે… બે મહિનાથી આવી રીતે ખુલ્લા આકાશ નીચે બાળકોને ભણાવવા મજબૂર બન્યા છે.

મહત્વપૂર્ણ છે કે વર્ષો અગાઉ બનેલી આ સ્કૂલમાં 1 થી 5 ધોરણના 71  વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..અને  શાળાઓ માં  માત્ર ત્રણજ શિક્ષકો છે ..તો શાળાનું મકાન પણ જર્જરિત થઈ ગયું છે. બે વર્ષથી શાળાના ત્રણ ઓરડા ની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ હતી. આથી તે ઓરડાઓ પડવાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું.. આવી જર્જરિત બની ગયેલી સ્કૂલ ની છત નીચે 1 થી 5 ધોરણના 70 થી વધુ ભૂલકાઓ જીવને જોખમે અભ્યાસ કરી રહ્યા હતા.

જો કે છેલ્લા બે મહિનાથી હાલત એટલી ખરાબ થઈ હતી કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવા સંજોગો હતા. આથી શાળાના બાળકોના સુરક્ષાને ધ્યાને લઈ પ્રાથમિક શાળા ના નાના ભૂલકાઓ ને શાળાના પરિસરમાં ખુલ્લા આકાશ નીચે ભણાવી રહ્યા છે તો ..બાળકોમાં  પણ જર્જરિત થઈ ગયેલા ઓરડાઓની હાલત જોઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. ત્યારે શાળાના શિક્ષકો અને બાળકો પણ વહેલી તકે શાળાનું નવું મકાન બને તેવી માંગ કરી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી શાળાની આ જર્જરિત હાલત અંગે શાળા ના સ્ટાફ ની સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ સ્થાનિક કક્ષાએ અને જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી હતી.જેથી જિલ્લાના શિક્ષણ વિભાગ અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓએ પણ શાળાની સ્થળ મુલાકાત લઈ અને ઓરડાઓ જર્જરિત હોવાથી ઉપયોગમાં લેવા લાયક નથી તેવું પણ લેખિતમાં નોટિસ આપી હતી.તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં આખરે બાળકોએ જીવને જોખમમાં મુકવા મજબુર થવું પડ્યું હતું.અને  ન છૂટકે વાલીઓ એ જાતે જ  હંગામી  કલાસરૂમ  બનાવી  બાળકો  સુરક્ષા ને લઇ ને તાડપત્રી વાળા કલાસ બનાવ્યા છે.
શાળાની આ જર્જરિત હાલત અંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય અગ્રણીઓ પણ ભલામણ પત્ર લખી શાળાના નવા મકાન માટે માંગ કરી હતી.તેમ છતાં હજુ સુધી આ બાળકોને જીવને જોખમમાં મુકી અભ્યાસ કરતા બાળકોની હાલત અંગે કોઈને દયા નથી..જો કે આ અંગે હવે જિલ્લા શિક્ષણ વિભાગ ધ્યાન દોરતા આગામી સમયમાં જેમ બને તેમ જલ્દી નવા મકાન બનાવવામાં આવશે તેવા વાયદાઓ કરવા માં  આવી રહ્યા છે.
આમ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ ,ગુણોત્સવ, સર્વ શિક્ષા અભિયાન સહિત શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવે છે અને દર વર્ષે શાળામાં આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ માટે સાધન સામગ્રી પાછળ લાખોનો ખર્ચ પણ કરે છે.સાથે શાળાના મકાન સહિત ની ભૌતિક સુવિધાઓ માટે બજેટમાં પણ મોટી જાહેરાતો થાય છે.પરંતુ વાસ્તવિકતા શું  છે ? એ રાજ્યના છેવાડાની આવી અનેક શાળાઓ સરકારી દાવાઓ ની પોલ ખોલી રહી છે. 
[yop_poll id=1326]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati